રાજુલાના બર્બટાણા ગામેથી ચાર ખેલી ઝડપાયા હતા. ભોળાભાઇ હડિયા, પરેશભાઇ લાડુમોર, વલ્લભભાઇ ચૈહાણ તથા નરેશભાઇ ચૈહાણ જાહેરમા ગંજીપતાના પાના તથા પૈસાથી હારજીતનો તીનપતીનો જુગાર રમતાં રોકડા રૂ.૬૯૭૦ સાથે રેઇડ દરમિયાન ઝપટે ચડ્‌યા હતા. રાજુલા પોલીસે જુગારધારા અંતર્ગત ગુનો નોંધી કાર્યવાહી કરી હતી.