બર્બટાણા ગામની સગીરાનું રાજુલાના ખેરા ગામનો યુવક લગ્નની લાલચે અપહરણ કરી ભગાડી ગયો હતા. જેને લઈ હાલ જાફરાબાદ પીપીળીકાંઠામાં રહેતા અને મૂળ બર્બટાણાના સગીરાના પિતાએ રાજુલાના ખેરા ગામના રાજુભાઈ દુદાભાઈ ગુજરીયા સામે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવ્યા મુજબ તેમની સગીર દીકરીને આરોપી લલચાવી ફોસલાવી તેમના કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કરી ભગાડીને લઈ ગયો હતો. રાજુલા પોલીસ સ્ટેશનના ઈન્સ્પેક્ટર ડી.વી.પ્રસાદ વધુ તપાસ કરી રહ્યા છે.