બરોડા ખાતે યોજાયેલ રાજ્ય કક્ષાની હોકી સ્પર્ધામાં વિદ્યાસભા સંકુલના ડી.એલ.એસ.એસ. ખેલાડીઓએ વાળુકડ ભાવનગરની ટીમને સજ્જડ પરાજય આપ્યો હતો. આ હોકી મેચમાં ભાવનગરની ટીમને ૬-૦થી હરાવીને સુવર્ણ ચંદ્રક પ્રાપ્ત કર્યો છે અને આગામી ૧રમી તારીખે દિલ્હી ખાતે ગુજરાત રાજ્યનું રાષ્ટ્રીય કક્ષાએ પ્રતિનિધિત્વ કરશે. તેમની
આ સિધ્ધીને જિલ્લાભરના રમતવીરોએ બીરદાવી છે. આ તમામ વિદ્યાર્થીઓનું વિદ્યાસભા સંકુલ ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમ સંસ્થા વતી હસમુખભાઇ પટેલની યાદીમાં જણાવાયું છે.