બરોડા ક્રિકેટ એસોસિયેશનનો ૪૦ કરોડનો વહીવટ માટે મોટો જંગ ચાલી રહ્યો છે. વડોદરામાં ક્રિકેટ પોલિટિક્સ વચ્ચે હવે તોડજાડ અને સમાધાનનું રાજકારણ શરૂ થયું છે. બે દિવસ પહેલા બરોડા ક્રિકેટ એસો.ની ચૂંટણીમાં રોયલ અને સત્યમેવ જયતે ગ્રુપ એકસાથે આવ્યું હતું. ત્યારે હવે રોયલ ગ્રુપના અજિત લેલેએ રિવાઈવલ ગ્રુપને સમર્થન જાહેર કરતા નવા સમીકરણો રચાયા છે.
વડોદરામા બરોડા ક્રિકેટ એસોસિયેશનની ચૂંટણી પહેલા નવા સમીકરણો રચાયા છે. રોયલ ગ્રુપના અજિત લેલેએ રિવાઈવલ ગ્રુપને સમર્થન જાહેર કર્યું છે. બે દિવસ અગાઉ જ રોયલ અને સત્યમેવ જયતે ગ્રુપ વચ્ચે ગઠબંધન થયા બાદ રાજકીય સમીકરણો બદલાયા હતા. ત્યારે હવે રિવાઈવલ ગ્રુપના પ્રણવ અમીન અને કિરણ મોરેને અજિત લેલેનો સાથ મળતા ચૂંટણી જંગ રોમાંચક બન્યો છે.
બરોડા ક્રિકેટ એસોસિયેશનના વર્તમાન સેક્રેટરી અજિત લેલેની જાહેરાતથી વિરોધી ખેમામાં ફફડાટ ફેલાયો છે. દિગ્ગજાના સમર્થન બાદ હવે બીસીએની આગામી ચૂંટણીમાં રિવાઈવલ ગ્રુપની સ્થિતિ  વધુ મજબૂત બની છે. ક્રિકેટ પોલિટિક્સમાં જૂના જાગીઓના નવા જાડાણથી સત્તાના સમીકરણોમાં મોટા ઉલટફેરના સંકેત જાવા મળ્યા છે. જાકે, મતદાન પૂર્વે અજિત લેલેનું આ પગલું બીસીએના ભવિષ્ય અને વહીવટ માટે અત્યંત નિર્ણાયક સાબિત થશે.
બરોડા ક્રિકેટ એસોસિયેશનનો ૪૦ કરોડનો વહીવટ કોને મળશે તેનુ પિક્ચર ફેબ્રુઆરીમાં સ્પષ્ટ થશે. રિવાઈવલ ગ્રુપ અને રોયલ ગ્રૂપ વચ્ચે સમાધાન માટે મીટિંગનો દોર ચાલ્યો હતો. પરંતુ રોયલ ગ્રુપે રિવાઈવલ ગ્રુપની માંગણીઓ સ્વીકારી ન હતી. જેના બાદ રોયલ ગ્રુપે સત્યમેવ ગ્રુપ સાથે સમાધાન કર્યું છે. આ સાથે બરોડા ક્રિકેટ એસોસિયેશનનો જંગ રસાકસીભર્યો બની રહ્યો છે. પ્રેસિડેન્ટના ૪ ફોર્મ, સેક્રેટરીના ૪, વીપીના ૬, જાઇન્ટ સેક્રેટરીના ૨, ટ્રેઝરરના ૬ મળી ૨૨ ફોર્મ પરત ખેંચાયા હતા. ફાઇનાન્સના ૧૮, પ્રેસ-પબ્લસિટીના ૧૪, ગ્રાઉન્ડ એન્ડ ઇન્ફ્રાના ૨૨ મળી ૭૨ ફોર્મ ખેચાયા હતા. ત્યારે પ્રમુખ કોણ બનશે તે જલ્દી જ ખબર પડશે.
બરોડા ક્રિકેટ એસો.ની ચૂંટણીમાં ફોર્મ ચકાસણીના દિવસે મોટો ઉલટફેર સર્જાયો. ટેકનિકલ કારણો અને સસ્પેન્શન મુદ્દે બે મહત્વના ઉમેદવારોના ૭ ફોર્મ રદ થયા. સત્યમેવ જયતે ગ્રુપના પરાગ પટેલનું સભ્યપદ રદ હોવાથી ફોર્મ પણ રદ કરાયું. રિવાઈવલ ગ્રુપમાં ચેતન પટેલ પણ સરકારી નોકરીમાં હોવાથી ફોર્મ રદ થયું. ત્યારે હવે ચૂંટણી મેદાનમાં કુલ ૧૫૮ ઉમેદવારો રહ્યાં છે. ૧૫ ફેબ્રુઆરીએ યોજાનારી બીસીએની ૩૧ પોસ્ટની ચૂંટણીમાં રસાકસીભર્યો જંગ છે.
બે દિવસ પહેલા યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં વડોદરાના મહારાજા સમરજીતસિંહ ગાયકવાડે મોટો આક્ષેપ લગાવ્યો છે. તેઓએ કહ્યું કે, વડોદરામાં ક્રિકેટનું સ્તર નીચે ગયું છે. ખરાબ મેનેજમેન્ટના કારણે ત્રણ વર્ષમાં એક પણ ટ્રોફી જીતી નહીં શક્ય . તો પ્રમુખ પદના ઉમેદવાર ડો દર્શન બેંકરે કહ્યું કે, એક જ ક્રિકેટરના એકેડમીથી બીસીએ ચાલે છે, જે અમે નહીં થવા દઈએ. બીસીએસ્ટેડિયમનું નામ સર સયાજીરાવ ગાયકવાડ રાખીશું.
તો બીજી તરફ, હાલના બીસીએના ઉપપ્રમુખ અનંત ઈન્દુલકરે પણ મોટો આરોપ લગાવ્યો છે. તેઓએ કહ્યું કે, ક્રિકેટ એડવાઈઝરી કમિટીના કારણે ક્રિકેટનું સ્તર નીચું ગયું છે. ક્રિકેટ એડવાઈઝરી કમિટીમાં અનુભવી લોકો અને પૂર્વ ક્રિકેટરોને નહીં લેવાયા. માત્ર પૂર્વ ક્રિકેટર કિરણ મોરે જ હાલમાં બીસીએ ચલાવતા હતા.