ઉત્તર પ્રદેશના બરેલી જિલ્લામાં હિંસા સંબંધિત કેસમાં બે આરોપીઓને અલ્હાબાદ હાઈકોર્ટ તરફથી વચગાળાની રાહત મળી છે. અલ્હાબાદ હાઈકોર્ટની ડબલ બેન્ચે આરોપી નદીમ ખાન અને બબલુ ખાનની ધરપકડ પર વચગાળાનો સ્ટે આપ્યો.

જસ્ટીસ સિદ્ધાર્થ વર્મા અને જસ્ટીસ રામ મનોહર નારાયણ મિશ્રાની ડબલ બેન્ચ દ્વારા આ કેસની સુનાવણી કરવામાં આવી હતી. કોર્ટે ચાર્જશીટ દાખલ ન થાય ત્યાં સુધી બંને ભાઈઓની ધરપકડ પર રોક લગાવી દીધી છે.

બરેલી હિંસાના આરોપી નદીમ ખાન અને બબલુ ખાન ધરપકડ ટાળવા માટે ફરાર હતા અને તેમણે અલ્હાબાદ હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી. તેમની અરજીમાં, તેઓએ તેમની ધરપકડ પર રોક લગાવવા અને તેમની સામે દાખલ કરાયેલી હ્લૈંઇ રદ કરવાની માંગ કરી હતી.

આ કેસ ૨૬ સપ્ટેમ્બરના રોજ બરેલી હિંસા સાથે સંબંધિત છે. બંને ભાઈઓ હિંસાના આરોપી છે. તેમની સામે બરેલીના બારાદરી પોલીસ સ્ટેશનમાં હ્લૈંઇ દાખલ કરવામાં આવી છે. પોલીસે તેમના પર બરેલી હિંસામાં કાવતરું ઘડવાનો આરોપ લગાવ્યો છે.

નોંધનીય છે કે શુક્રવારની નમાજ પછી ‘આઈ લવ મોહમ્મદ’ અભિયાન સંબંધિત વિરોધ પ્રદર્શન દરમિયાન ૨૬ સપ્ટેમ્બરના રોજ બરેલીમાં હિંસા ફાટી નીકળી હતી. આ ઘટના ત્યારે બની જ્યારે ઇત્તેહાદ-એ-મિલ્લત કાઉન્સીલના પ્રમુખ મૌલાના તૌકીર રઝા ખાનના આહ્વાન પર મોટી સંખ્યામાં લોકો ઇસ્લામિયા ગ્રાઉન્ડ પર એકઠા થયા હતા.

પોલીસના જણાવ્યા અનુસાર, મૌલાના તૌકીર રઝાએ શુક્રવારની નમાજ પછી “આઈ લવ મોહમ્મદ” મુદ્દાનો વિરોધ કરવા માટે ઇસ્લામિયા ગ્રાઉન્ડ પર એકઠા થવાનું આહ્વાન કર્યું હતું. જ્યારે પોલીસે ભીડને રોકવાનો પ્રયાસ કર્યો, ત્યારે અથડામણ થઈ. ભીડ હિંસક બની ગઈ, પથ્થરમારો, ગોળીબાર અને અનેક સ્થળોએ પેટ્રોલ બોમ્બ ફેંક્યા. પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો. હિંસામાં ઘણા લોકો ઘાયલ થયા અને જાહેર સંપત્તિને નુકસાન થયું.

મૌલાના તૌકીર રઝા ખાનને હિંસામાં મુખ્ય આરોપી તરીકે નામ આપવામાં આવ્યું હતું અને તેમના પર રમખાણો ભડકાવવા, ઉશ્કેરણી અને હત્યાનું કાવતરું સહિતના ગંભીર આરોપો હેઠળ આરોપ મૂકવામાં આવ્યા હતા. બાદમાં તેમની ધરપકડ કરવામાં આવી હતી અને તેમને ફતેહગઢ જેલમાં મોકલવામાં આવ્યા હતા. પોલીસે મૌલાના તૌકીર રઝા અને તેમના પક્ષના કેટલાક નજીકના સાથીઓ સહિત ૧૦૦ થી વધુ લોકોની ધરપકડ કરી હતી. આ કેસમાં ૧૦ થી વધુ હ્લૈંઇ દાખલ કરવામાં આવી છે.