અમરેલી એલસીબી ટીમે વડિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા બરવાળા બાવીસી ગામે રહેણાંક મકાનમાં રેઇડ પાડી ભારતીય બનાવટના વિદેશી દારૂ તથા બિયરના જથ્થા સાથે બે ઇસમોને ઝડપી લીધા હતા. ભુપતભાઈ ભોજભાઇ વાળા (ઉ.વ.૨૫) તથા એક મહિલા પાસેથી ભારતીય બનાવટના વિદેશી દારૂની ૪૫ બોટલ તથા બિયરના ૨૪ ટીન મળી આવ્યા હતા. પોલીસે દારૂ, બિયર, મોબાઇલ મળી કુલ ૨૭,૬૬૮ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જ્યારે ધારીના પાદરગઢ ગામનો સંજય ભગાભાઈ વાળા અને એક ઈસમ ફરાર થઈ ગયો હતો. જિલ્લામાં વિવિધ સ્થળેથી ૭૪ ઈસમો કેફી પીણું પીને લથડિયા ખાતા મળી આવ્યા હતા. આ સિવાય પાંચ સ્થળેથી ૧૪ લિટર દેશી દારૂ મળ્યો હતો. દુધાળા ચેક પોસ્ટ પરથી એક યુવક પાસ પરમીટ વગર કેફી પીણું પીને સર્પાકાર ફોર વ્હીલ ચલાવતાં પકડાયો હતો.