વડીયાના બરવાળા બાવીસી ગામે રહેતા રવજીભાઈ મંગાભાઈ માધડ (ઉ.વ.૪૫)એ તુષારભાઈ મૂળજીભાઈ મારૂ, મનીષભાઈ ઉર્ફે મુન્નો દેવજીભાઈ મારૂ તથા સંજય દેવજીભાઈ મારૂ સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, તેમના કાકાના દીકરાએ ગામમાં જ તેમની જ્ઞાતિની દીકરી સાથે લવમેરેજ કર્યા હતા. જેનું મનદુઃખ રાખી તેમના કાકાના દીકરાએ જેની સાથે પ્રેમલગ્ન કર્યા હતા તેને મારતા હોવાથી બચાવવા જતાં ગાળો આપી લાકડા વડે ફટકારી મુંઢ ઈજા પહોંચાડી હતી.