વડિયા તાલુકાના બરવાળા બાવીસી ગામે એક મહિલાને તેના પતિએ પિયર મોકલ્યા બાદ છૂટાછેડા લેવા દબાણ કર્યુ હતુ. જ્યારે અન્ય સાસરિયાએ પણ સિતમ ગુજાર્યો હતો. જેને લઈ અનુજ્ઞાબેન સંકેતભાઇ રૈયાણી (ઉ.વ.૨૯)એ પતિ સંકેતભાઇ અશ્વિનભાઇ રૈયાણી, સસરા અશ્વિનભાઇ મેપાભાઇ રૈયાણી, જયોત્સનાબેન અશ્વિનભાઇ રૈયાણી, મનીષાબેન અલ્પેશભાઇ રૈયાણી તથા ભૌતિકભાઇ અશ્વિનભાઇ રૈયાણી સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, પતિ તથા સાસરિયાએ દહેજ બાબતે શારીરિક અને માનસિક દુઃખ ત્રાસ આપ્યો હતો. ઉપરાંત તેમને સાસરિયામાં સારી રીતે સાચવવા માટે દહેજની માંગણી કરી તેમના પિતા પાસેથી રૂ.૩,૦૦,૦૦૦નું દહેજ લઇ બાદમાં વધુ દહેજની માંગણી કરીને તેમને પિયર મોકલી દઇ સાથે રાખવાની ના પાડીને છુટાછેડા માટે દબાણ કર્યુ હતું.