વડીયાના બરવાળા બાવળ ગામે રહેતી એક મહિલાએ મેં એસિડ નાંખ્યુ નથી તેમ કહેતા તેને ગાળો આપી, ઈંટનો છુટ્ટો ઘા મારીને ઈજા પહોંચાડવામાં આવી હતી. બનાવ અંગે જયાબેન જેન્તીભાઈ પડાયા (ઉ.વ.૪૫)એ લીલાબેન રમેશભાઈ પડાયા સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ આરોપીએ તેમને, તમે અમારા ઝાડવા એસિડ નાંખીને બાળી નાંખ્યા છે તેમ કહ્યું હતું.
જેથી તેમણે કહ્યું કે, મેં એસિડ નાખ્યું નથી. જેથી તેમને સારું નહીં લાગતા જેમ ફાવે તેમ ગાળો બોલી ઈંટનો છુટ્ટો ઘા મારી આંખ નીચે ઈજા પહોંચાડી હતી. વડીયા પોલીસ સ્ટેશનના એએસઆઈ બી.પી.ધાંધલા વધુ તપાસ કરી રહ્યા છે.