વડીયાના બરવાળા બાવળ ગામે ઇલેક્ટ્રિક શોક લાગવાથી એક પુરુષનું કરૂણ મોત થયું હતું. બનાવ અંગે ભુખલી સાંથળી ગામે રહેતા ગોબરભાઈ ભીખાભાઈ જાદવ (ઉ.વ.૬૦)એ જાહેર કર્યા મુજબ, હીરાભાઈ ગોબરભાઈ જાદવ (ઉ.વ.૪૫) બરવાળા બાવળ ગામે પોતાના ફઇના ઘરે આંટો મારવા ગયા હતા. ત્યાં સ્લેબના હુકમાં ટીંગાડેલી બરણી લેવા જતા અચાનક કયાંક ઇલેક્ટ્રિક વાયર લીક હોવાથી ઇલેક્ટ્રિક શોક લાગવાથી મરણ પામ્યા હતા.