ગુજરાત રાજયમાં ડેરી ક્ષેત્રે સહકારી ડેરી બનાસ ડેરીએ પશુપાલકોને તો રોજી-રોટી આપવાનું કામ કર્યુ પરંતુ પશુ પાલન-વ્યવસાય સાથે પશુપાલક ખેડૂતોને પુરક રોજગારી આપવાના અનેક ક્ષેત્રો ખોલી દીધા છે. આજે બનાસ ડેરી રાજય બહાર પણ પોતાના દૂધ પ્લાન્ટ સ્થાપીને નવો વિક્રમ સર્જીર્ રહી છે.
બનાસ ડેરી જિલ્લાના મોભાદાર સરકારી નેતાશ્રી શંકરભાઈ ચૌધરીની કુનેહ અને નિષ્ઠાએ રણપ્રદેશ અને કાયમી પાણીની તંગી ભોગવતા વિસ્તારને નવા વિઝન સાથે ઉગારી લીધો છે. શ્રી શંકરભાઈ ચૌધરીના નેતૃત્વમાં ડેરીક્ષેત્રના વિકાસે ગુજરાત અને દેશને નવી રાહ ચિંધી છે.
દૂધના વ્યવસાય સાથે બનાસ ડેરી ઉત્તમ કામગીરી કરી રહી છે. ઉપરાંત ડેરીના માધ્યમ થકી ખેડૂતોને ખેતીમાં અન્ય વ્યવસાય તરફ વાળીને ડબલ આવકના સિધ્ધાંત અને પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીનું સપનું ભારતના કિસાન સમૃધ્ધ હોય આ સ્વપ્નને સાકાર કરવા મધમાખી ઉછેરથી સ્વીટ ક્રાંતિ તરફ ખેડૂતોને આ ડેરીના માધ્યમ થકી વાળવામાં સફળતા મળી છે. અને અનેક ખેડૂતો મધમાખી પાલન કરીને બાય પ્રોડક્ટ તરીકે ખેત ઉત્પાદન કરતા મધ વેચીને સારામાં સારી આવક મેળવી રહ્યા છે. બનાસ ડેરી મધમાખી પાલન ક્ષેત્રે પણ વિવિધ સંશોધન
આભાર – નિહારીકા રવિયા કરી રહી છે. જેમા મધ પછી મીણ અને મધમાખીના ડંખમાંથી નિકળતુ વિષ આજે ખેડૂતો માટે કમાણીનું સાધન બનતુ જાય છે.
આજે દુનિયા પ્રદૂષણનો સામનો કરી રહી છે. ગ્લોબલ વોર્મિંગના હિસાબે શિયાળામાં તડકો, ઉનાળામાં વરસાદ અને ચોમાસામાં ગરમી અને વરસાદ જેવી Âસ્થતીનું નિમાર્ણ થયુ છે. કુદરતના ગતિ ચક્રને તોડવાનું કામ કાળા માથાળા માનવીએ કર્યુ છે. જેનું પરિણામ આજે માનવજાતે ભોગવવાની શરૂઆત કરી દીધી છે.
આજે ખેતીમાં બેફામ વપરાતા પેસ્ટીસાઈડ અને રાસાયણિક ખાતરોના કારણે જમીન બંજર બની રહી છે. કેન્સર, ડાયાબિટીસ જેવી બીમારીનો ભોગ દિવસે અને દિવસે માનવજાત બનતી જાય છે. ત્યારે બનાસ ડેરી દ્વારા પણ પ્રાકૃતિક ખેતી તરફ ખેડૂતોને વાળવા માટે નવતર પ્રયોગ શ્રી શંકરભાઈ ચૌધરી દ્વારા કરવામાં આવ્યો છે.
બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના દામા ગામ પાસે બનાસ ડેરી દ્વારા બાયો સી.એન.જી. ઉત્પન્ન કરીને તેના વેચાણ માટે પ્લાન્ટ નાખવામાં આવ્યો છે. આ પ્લાન્ટના હેડ પ્રિયંક મહેતાના જણાવ્યા
અનુસાર આજે દામા ગામથી આજુબાજુના ૧૦ કિલોમીટર વિસ્તારમાં બનાસ ડેરી દ્વારા ખેડૂતો -પશુપાલકોના ઘર સુધી જઈને ૧ રૂપિયે કિલો ગોબર(છાણ) ખરીદવામાં આવે છે. તેના જણાવ્યા અનુસાર જેની પાસે જેટલા પશુ એટલુ ગોબર વધારે જેમાં પ૦ કિલોથી લઈને ૭૦૦ થી ૮૦૦ કિલો ગોબર આપનાર પશુપાલકો છે. જેઓ ગોબર(છાણ) માંથી મહિને ૧પ૦૦૦ થી ર૦૦૦૦ રૂપિયાની વધારાની આવક મેળવી રહ્યા છે. બનાસ ડેરી દ્વારા હાલ લગભગ દરરોજ ૩ર,૦૦૦ કિલો જેટલુ ગોબર(છાણ) ભેગુ કરવામાં આવી રહ્યુ છે. જેનાથી અત્ય આધુનિક સી.એન.જી. પ્લાન્ટમાં બાયો સી.એન.જી. ઉત્પન્ન કરવામાં આવે છે. અને તેમાથી લગભગ ૮૦૦થી ૧૦૦૦ કિલો જેવો બાયો સી.એન.જી. ગેસ મળે છે. જે સી.એન.જી. પમ્પ સ્ટેશન ઉપર વાહન માલિકોને વેચાણ કરવામાં આવે છે. જેના દ્વારા ફોરવ્હીલની સારી એવરેજ મળે છે. નવા સારા પ્લાન્ટ અલગ-અલગ વિસ્તારોમાં આગામી સમયમાં ઉભા કરવાની તૈયારી કરવામાં આવી રહી છે.
પ્રિયંક મહેતાએ જણાવ્યુ હતું કે, દૂધમાંથી જેમ માણસ પનીર, છાસ, ઘી બનાવે છે તેમ આજે પશુઓના ગોબરમાંથી પણ અલગ અલગ વેલ્યુએડીશન કરીને ફર્ટીલાઈઝર બનાવવામાં આવે છે.
બનાસકાંઠા જિલ્લામાં આજે પ્રગતિશીલ ખેડૂતો જ જાવા મળે છે. જિલ્લામાં ૯૯ ટકા ખેડૂતો ડ્રીપથી જ ખેતી કરે છે. જેના હિસાબે આજે બનાસકાંઠામાં ઉત્તમ ખેતી થઈ રહી છે. બનાસ ડેરી દ્વારા ગોબરમાંથી બાયો સી.એન.જી બનાવ્યા પછી ગોબરમાંથી રાસાયણિક ખાતરોની ગરજ સારી શકે તેવા ઓર્ગેનિક ફર્ટીલાઈઝરો બનાવવામાં આવે છે. જેના ડાય એમોનીયમ ફોસ્ફેટ ડી.એ.પી.ની ગરજ સારી શકે તેવા રોક ફોસ્ફેટ આધારીત પ્રોસ ખાતર બનાવવામાં આવે છે. જેમાં વિવિધ કલ્ચરના બેકટેરિયા ઉમેરીને પ૦ કિલો બેગમાં વેચાણ કરવામાં આવે છે. તેમજ લીકવીડ સંજીવની ગ્રોથ પ્રમોટર તરીકે વેચાણ કરવામાં આવે છે.
નાઈટ્રોજનથી ખેતી સારી કરી શકાય તે માટે લીકવીડ સ્લરીન ખેતરમાં છંટકાવ કરીને સારો ફાયદો ખેડૂતો મેળવતા થયા છે. ડેરી દ્વારા ભાવ ૩પ પૈસા પ્રતિ લીટરના છે. ખેડૂતોના ખેતર ઉપર આયરલેન્ડથી ડેરી દ્વારા મંગાવવામાં આવેલ ટેન્ડર સ્પ્રેયર દ્વારા ખેડૂતોના ખેતર ઉપર છંટકાવ કરી આપવામાં આવે છે.
આમ બનાસ ડેરી દ્વારા
પ્રાકૃતિક ખેતીનું એક અભિયાન શરૂ કરવામાં આવ્યુ છે. જેમાં ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળે તે માટેની પહેલ ડેરી કરી શકે છે.
-ઃતિખારોઃ-
જે સંબધો તમને દુઃખી કરે તે સંબધો તોડયા પછી એ રસ્તા ઉપર કયારેય જવાનું પસંદ ના કરતા. કારણ કે લાગણીના ધા સમય આવ્યે એ ખોતરવાનું ભુલશે નહિ.