બનાસકાંઠામાં રેતી ખનન કરતા ૧૦૦થી વદુ ડમ્પર જપ્ત કરવામાં આવ્યા છે. આ ડમ્પરો અરણીવાડા બનાસ નદીમાંથી જપ્ત કરવામાં આવ્યા છે. બનાસ નદીમાં રેતી ખનન કરતા હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. બીજીતરફ ડમ્પર માલિકો કાયદેસર રેતી ખનન કરતી ગાડીઓ જપ્ત કરવામાં આવી હોવાનો આક્ષેપ કરી રહ્યા છે. હાલમાં ડમ્પરના માલિકો ડમ્પરો છોડાવવા માટે ભુસ્તર કચેરીના ધક્કા ખાઈ રહ્યા છે.
ભુસ્તર વિભાગના અધિકારીઓ ગાડીઓ છોડવા માટે મનમાની કરી રહ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. ભુસ્તર વિભાગે ખોટી કાર્યવાહી કરી હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. આજે સવારથી કલેક્ટર કચેરી ખાતે રજૂઆત કરવામાં આવી હતી પરંતુ ભુસ્તર વિભાગ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હોવાનો આક્ષેપ થઈ રહ્યા છે. બીજીતરફ ભુસ્તર વિભાગના અધિકારીઓ પોલીસને બોલાવીને ઓફિસ છોડીને જતા રહ્યા હતા. જેને કારણે ડમ્પર માલિકો મોડી રાત સુધી કચેરી આગળ બેસી રહ્યા હતા.