બનાસકાંઠાના વાવમાં મમતાને લાંછનરૂપ ઘટના બની છે. માતાએ જ દીકરીને દેહ વ્યાપારમાં ધકેલતા ચકચાર મચી ગઈ છે. રૂપિયાની લાલચમાં દીકરીને દેહ વ્યાપારમાં ધકેલી છે. એક માસ પહેલા સગીરાનું અપહરણ કરવામાં આવ્યું હતું.
દીકરી પરત આવતા સમગ્ર હકીકત બહાર આવી હતી. દીકરે પિતાને સમગ્ર હકીકત જણાવી હતી. માતા સહિત ૧૮ લોકો સામે ફરિયાદ નોંધાઈ છે. દીકરીનું અપહરણ કરવામાં આવ્યા બાદ તે પરત આવતા આખી હકીકત બહાર આવી હતી.
દીકરીએે પિતાને આપવીતી કહેતા પિતાના પગતળેથી જમીન ખસી ગઈ હતી. ખુદ માતાએ જ સગીર દીકરીને રૂપિયાની લાલચમાં દેહ વ્યાપારમાં ધકેલી હતી. દીકરીની જુબાનીના આધારે પિતાએ ફરિયાદ નોંધાવી છે. વાવ પોલીસે મથકે આ અંગે માતા સહિત ૧૮ની સામે ફરિયાદ નોંધાઈ છે.
બાળકીના આંસુ રોકાતા નથી તો પિતા પણ આખી ઘટનાથી સ્તબ્ધ બની ગયા છે. તેમને તેમની પત્ની આવું કરશે તેવી તો કલ્પના પણ ન હતી. પોલીસે પણ આ પ્રકારની ઘટનાની ગંભીર નોંધ લઈને તપાસ હાથ ધરી છે.
પોલીસ આ ઘટનામાં દેહવ્યાપાર કરાવતી ટોળકી જ હોવાનું સ્પષ્ટપણે માની છે. તેથી તેણે દેહવ્યાપાર કરાવતી ગેંગને ધ્યાનમાં રાખીને જ તપાસ શરૂ કરી છે. રાજ્યમાં દેહવ્યાપાર કરાવતી ઘણી આંતરરાજ્ય ગેંગો સક્રિય છે. આવી જ કોઈ એક ગેંગના સંપર્કમાં સગીરાની મા આવી હોવાનું માને છે. તેથી રૂપિયાની લાલચે તેણે આ કૃત્ય કર્યુ હોવાનું માનવામાં આવે છે.