સમગ્ર ગુજરાત સહિત દેશભરમાં અનેક જગ્યાએથી આપઘાતના કિસ્સાઓ સામે આવતા રહે છે. આપઘાતના કિસ્સાઓમાં સતત વધારો થઇ રહ્યો છે,ત્યારે કેટલાક લોકો આર્થિક તંગીને કારણે મોતને વ્હાલુ કરતા હોય છે, તો કેટલાક લોકો પ્રેમમાં અસફળતા મળવાને કારણે મોતે વ્હાલુ કરતા હોય છે. ત્યારે હાલ બનાસકાંઠામાંથી એક પ્રેમી પંખીડાના આપઘાત કિસ્સો સામે આવ્યો છે. યુવક યુવતીએ ઝાડ ઉપર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે.
બનાસકાંઠાના વડગામના શેભર ગામના જંગલ વિસ્તારમાં યુવક અને યુવતીએ ઝાડ ઉપર ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો છે. આ મામલે વડગામ પોલીસેને જોણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી બંને મૃતદેહને નીચે ઉતારી પીએમ માટે હોસ્પિટલ ખસેડયા હતા. હાલ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે એન એ જોણવણો પ્રયાસ કરી રહી છે કે આ યુવક યુવતીએ શા માટે આપઘાત કર્યો છે.
ગઇકાલે ડાંગના આહવા તાલુકાના સાપુતારા તળેટી વિસ્તારમાં આવેલા સંતોકબા ધોળકિયા વિધામંદિરમાં ૧૬ વર્ષના વિદ્યાર્થીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઇ છે. સંતોકબા ધોળકિયા વિધામંદિરમાં ધો ૧૧ સાયન્સમાં અભ્યાસ કરતા આશાસ્પદ આદિવાસી વિદ્યાર્થીએ ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો છે. આની જોણ થતા સાપુતારા પોલીસે ઘટના સ્થળે પહોંચીને વઘુ તપાસ હાથ ધરી છે.વિદ્યાર્થીએ કયા કારણોને લીધે આ અંતિમ પગલુ ભર્યુ છે તે હજી સામે આવ્યુ નથી.