ગુજરાતમાં છેલ્લા થોડા દિવસથી કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે. ત્યારે રવિવારે બનાસકાંઠામાં આભ ફાટ્યા જેવી સ્થિત સર્જાઈ હતી. બનાસકાંઠામાં રવિવારે ૨૪ કલાકમાં (૯ સપ્ટેમ્બરની સવારે ૬ વાગ્યા સુધી) ૧૬ ઇંચ કરતા વધારે વરસાદ નોંધાયો હતો. જાકે, આજ સવારથી વરસાદની તીવ્રતા ઓછી થઈ છે. ધોધમાર વરસાદને કારણે આખું બનાસકાંઠા જળબંબાકાર થઈ ગયું છે. જોકે,હવામાન વિભાગ અનુસાર આજે પણ બનાસકાંઠામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. અહીં આજે ગાજવીજ સાથે અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. ભારે વરસાદની શક્યતા પગલે સમગ્ર જિલ્લામાં વહીવટી તંત્ર સજ્જ બન્યું છે. સુઈગામ તાલુકામાં ભારે વરસાદને પગલે એનડીઆરએફની એક ટીમ અને એસડીઆરએફની એક ટીમ રવાના કરવામાં આવી છે. જ્યારે એક એસડીઆરએફની ટીમ થરાદ ખાતે તૈનાત કરવામાં આવી છે.બનાસકાંઠા જિલ્લામાં સતત બે દિવસથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે. જેના પગલે આજે આંગણવાડી, સ્કૂલ, કોલેજાને બંધ રાખવા તંત્રએ સૂચના આપી છે. બનાસકાંઠા જિલ્લામાં આજે ઓરેન્જ એલર્ટને કારણે લોકોને સાવચેત રહેવા સૂચના અપાઈ છે. હવામાન વિભાગે આજે પણ બનાસકાંઠામાં ગાજવીજ સાથે અતિભારે વરસાદની આગાહી આપી છે.જિલ્લા ડિઝાસ્ટર મામલતદારના જણાવ્યા મુજબ, રાહત કામગીરી માટે વધુ ટીમોની માંગ પણ કરવામાં આવી છે. હાલ આ બે ટીમોને સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. જેથી કોઈપણ આકસ્મિક પરિસ્થિતમાં તાત્કાલિક રાહત કામગીરી શક્ય બને. હાલ બનાસ નદી બે કાંઠે વહેતી થઈ છે અને દાંતીવાડા ડેમ ૭૫ ટકા જેટલો ભરાયો છે. નોંધનીય છે કે, બનાસકાંઠાના ભાભરમાં આજે સવારે ૬થી ૮ વાગ્યા સુધીમાં બે કલાકમાં ૧.૧૦ ઇંચ વરસાદ નોંધાયો છે.બનાસ નદી બે કાંઠે વહેતી થઈ છે અને દાંતીવાડા ડેમમાં ૭૪.૬૪ ટકા જળસંચય નોંધાયો છે. થરાદની સરકારી કચેરીઓ પાણીમાં ગરકાવ થઈ ગઈ છે. તાલુકા પંચાયત, મામલતદાર કચેરી, નાયબ કલેક્ટર કચેરી પાણીમાં ગરકાવ થતાં લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.બજાર જતા લોકો ઢીંચણ સમા પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા છે.હવામાન વિભાગે બનાસકાંઠા સહિત કચ્છ, પાટણ અને મહેસાણા માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યાં છૂટાછવાયા સ્થળો પર ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવનાઓ છે. આ સિવાય ૧૦ જિલ્લા અને કેન્દ્ર સાશિત પ્રદેશો માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે જ્યાં કેટલાક સ્થળો પર ભારે વરસાદની શક્્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે.










































