બનાસકાંઠાના ભાભરમાં દારૂના જથ્થો રાખવામાં આવ્યો હોવાની માહિતી સ્ટેટ મોનીટરીંગ સેલના અધિકારીઓને મળી હતી. જેને આધારે પોલીસે ભાભરમાં રાધનપુર હાઈવે પર તાલુકા પંચાયત રોડ પાસે દરોડો પાડ્યો હતો. જેમાં ટ્રકમાંથી રૂ.૧૭,૦૫,૦૨૫ની કિંમતનો દારૂનો જથ્થો મળી આવ્યો હતો.

પોલીસે દારૂનો જથ્થો મોબાઈલ, રોકડ રકમ અને ટ્રક મળીને કુલ રૂ. ૩૨,૮૪,૯૭૯નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ કેસમાં પોલીસે રાજસ્થાનના મનોહરસિંહ મોહનલાલ લોલ(બિશ્નોઈ)ની ધરપકડ કરી હતી. જ્યારે ટ્રકના માલિક અને દારૂનો જથ્થો મોકલનારા , પંજાબથી દારૂનો જથ્થો ભરી આપનારા અને રાજકોટના ઉપલેટામાં દારૂ માંગાવનારા કુલ ત્રણ શખ્સોની શોધ હાથ ધરી છે.