બનાસકાંઠાના અંબાજીમાં સગીરા પર દુષ્કર્મ કરવામાં આવ્યું છે. સગીરા મોટા પપ્પાના ઘરે જવા નીકળી ત્યારે આ ઘટના બની હતી. સગીરાને ઓળખતો શખ્સ તેને બાઇક પર બેસાડીને લઈ ગયો હતો. તેને છ નરાધમોએ રોડની બાજુએ લઈ જઈને દુષ્કર્મ કર્યુ હતું.
સગીરા અર્ધબેભાન થતાં નરાધમો ફરાર થયા હતા. સગીરાની માતે અંબાજી મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે બળાત્કારીઓને ઝડપી લેવા માટે તપાસ હાથ ધરી છે. સગીરાની માથાએ અંબાજી પોલીસ મથકે આરોપીઓ સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે સગીરાની માતાની ફરિયાદના પગલે તપાસ હાથ ધરી છે અને સગીરાને તબીબી તપાસ માટે મોકલી આપી છે. તેથી તેમા બળાત્કાર પછી તબીબી તપાસનો રિપોર્ટ મહત્વની ભૂમિકા ભજવશે.
પોલીસે સગીરાની માતાએ નોંધાવેલી ફરિયાદને ટાંકીને જણાવ્યું હતું કે ૧૫ વર્ષીય સગીરા ગબ્બર નજીક રહેતા મોટાબાપાના ઘરે જવા નીકલી હતી. સગીરાને ઓળખીતો ઘોડા ટાંકણીનો એક શખ્સ બાઇક પર બેસાડી લઈ ગયો હતો. આ શખ્સ સગીરાને બાઇક પર બેસાડી છાપરી રોડની બાજુમાં ઝાડીમાં લઈ ગયો હતો અને ત્યાં છ નરાધમોએ સામૂહિક દુષ્કર્મ ગુજાર્યુ હતું. તેઓએ સગીરા બૂમો ન પાડે તે માટે તેના મોઢામાં ડૂચો નાખી દીધો હતો. પોલીસના જણાવ્યા મુજબ બધા આરોપીઓ સામે પોક્સો લાગી શકે છે.
આ પહેલા મહેસાણા જીલ્લામાં વિજાપુરના ગુંદરાસણ ગામમાં રહેતા અનિલ ઠાકોર નામના ઈસમે યુવતીને લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચર્યુ હતું. બાદમાં યુવતીને બદનામ કરી ફોટા પાડી સોશિયલ મીડિયા ઈન્સ્ટાગ્રામ પર વાયરલ કર્યા હતા. આ પરિણત યુવાને ૭ મહિનાઓથી અલગ અલગ ગેસ્ટહાઉસમાં લઈ જઈ પોતાની હવસનો શિકાર બનાવી હતી. પોલીસ તપાસમાં ઇન્સ્ટાગ્રામ આઇડી ઉપર વાયરલ કર્યા હોવાનું જાણવા મળ્યું હતું. વડનગર પોલીસ સ્ટેશનમાં ઈસમ વિરૂદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે.