બનાસકાંઠાના ડીસામાં ૩૬ ગાયોના મોત નિપજ્યા છે. બળોધર ગામે ઘાસચારો આરોગ્યા બાદ ગાયના મોત થવાથી ચકચાર મચી ગઈ છે. પશુધન નિરીક્ષકો અને ડોક્ટરો દ્વારા પોસ્ટમોર્ટમ કરાયું હતું. જ્યારે અન્ય ૧૫ ગાયને સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડાઈ છે. પશુપાલન અધિકારીઓ ગાયોનું મોત થવા પાછળનું કારણ શોધવા તજવીજ હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ડીસામાં ભીલડીયાજી પાંજરાપોળમાં ૩૬ ગાયનાં મોત થવાથી પાંજરાપોળના સંચાલકો પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. પશુપાલન વિભાગના અધિકારીઓ પાંજરાપોળ ખાતે દોડી આવ્યા હતા. ગાયોનું પોસ્ટમોર્ટમ કર્યા બાદ રિપોર્ટમાં ઘાસચારો ખાધા બાદ મોત નિપજ્યા હોવાનો ખુલાસો થયો છે. ગરમીના પગલે ઘાસચારામાં બફારો થતા ગાયોનું મોત થયું હોવાનું જાણવા મળેલ છે. પશુધન નિરીક્ષક અને ડોક્ટરો દ્વારા પોસ્ટમોર્ટમ કરાયું હતું. અન્ય ૧૫ ગાયને સારવાર હેઠળ ખસેડાઈ છે.
થોડા દિવસો અગાઉ વાવમાં ગૌશાળામાં ૨૦ જેટલી ગાયના મોત થતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ હતી. ગૌશાળાની ૨૦ ગાયો જંગલમાં ચરવા ગઈ હતી, દરમિયાન એરંડો ખાઈ લેતાં ફૂડ પોઈઝનિંગ થયું હતું. બાદમાં તાત્કાલિક સારવાર ન મળતાં ગાયોના મોત નિપજ્યાં હતા, જ્યારે ૧૫ ગાયોને સારવાર આપવામાં આવી રહી છે. પશુપાલન અધિકારીઓએ નમૂના લઈ ફોરેન્સિક લેબમાં મોકલી આપ્યા છે. દૂષિત ખોરાક ખાવાથી કોઈ પણ વ્યક્તિને ફૂડ પોઈઝનિંગ થઈ શકે છે, પરંતુ કેટલાક લોકો દૂષણથી બીમાર થવાની શક્યતા અન્ય લોકો કરતા વધુ હોય છે. તે તેમણે કેટલું ઝેર પીધું અને કેટલું કેન્દ્રિત હતું તેના પર આધાર રાખે છે.ફૂડ પોઈઝનિંગ થવાના તમારા જાખમમાં તમારું એકંદર સ્વાસ્થ્ય પણ ભૂમિકા ભજવે છે. તમારી રોગપ્રતિકારક શક્તિ હંમેશા ચેપથી બચાવે છે, અને તમને તેના વિશે ખબર પણ નથી. સ્વચ્છ ખોરાક સંભાળવાની પદ્ધતિઓ હોવા છતાં, સામાન્ય રીતે તમારા ખોરાકમાં થોડી માત્રામાં દૂષણ હોય છે. જ્યારે તમારી રોગપ્રતિકારક શક્તિ તેની સીમા સુધી પહોંચે છે ત્યારે તે “ઝેરી” બની જાય છે.