અંબાજીમાં માતાજીના ભક્તોનું ઘોડાપૂર આવ્યું છે. ભાદરવી પૂનમના મેળાનો પણ પ્રારંભ થઈ ચૂક્યો છે. પ્રથમ દિવસે લગભગ બે લાખ ભક્તોએ દર્શન કર્યા છે અને એક કિલો સોનું માના ચરણે ચડાવાયું છે. રસ્તાઓ અને કેમ્પ ભક્તોના ઘોડાપૂરથી ભરાયા છે. અરવલ્લીની ગિરીમાળામાં જય અંબેનો નાદ ગૂંજ્યો છે. બનાસકાંઠાનું વહીવટીતંત્ર ભક્તોની સેવામાં ખડેપગે છે. અરવલ્લીની ગિરિમાળાઓમાં જય અંબેના નાદ ગૂંજ્યા હતા. તંત્રએ ભક્તો માટે બધા જ પ્રકારની વ્યવસ્થાઓ ગોઠવી છે.
બોલ માડી અંબે જય જય અંબે ના નાદ સાથે ચારે બાજુથી ભક્તોના ઘોડાપુર નુ અંબાજી તરફ પ્રયાણ થઈ રહ્યું છે. અંબાજી દૂર હૈ જાના જરૂર હૈ,બોલ માડી અંબે જય જય અંબે ના નાદ માર્ગો પર ગુંજી ઉઠ્‌યા છે. વહીવટીતંત્ર દ્વારા દૂર દૂરથી આવનારા ભક્તો માટે તમામ પ્રકારની વ્યવસ્થાઓ ગોઠવી છે. તો બીજી તરફ સેવાભાવી સંઘોએ ભક્તોની સેવા માટે ચા,નાસ્તો ,જમવાની સગવડ,લીંબુ સરબત અને આરામ માટે પણ ઠેર ઠેર વ્યવસ્થાઓ ગોઠવી દીધી છે. યાત્રાળુઓની સગવડ માટે હિંમતનગરથી ખોરજ સુધીનો આખો માર્ગ વનવે કરી દેવાયો છે.
પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ, અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સાત દિવસીય ઉત્સવમાં મા અંબાના દર્શનાર્થે આવતા લાખો શ્રદ્ધાળુઓની સેવા, સુવિધા અને સુરક્ષા માટે અનેકવિધ આયોજન કરાયુ છે. મેળાના સાત દિવસ સુધી યાત્રાધામને સાંકળતા માર્ગો બોલ માડી અંબે જય જય અંબેના નાદથી ગુંજી ઉઠવાના છે. રસ્તામાં માઇભક્તોને કષ્ટ ન પડે તે માટે સેવાભાવી સંસ્થાઓ દ્વારા ઠેરઠેર સેવા કેમ્પો પણ શરૂ કરી દેવામાં આવ્યા છે. મા અંબાને નવલા નોરતાનું નિમંત્રણ પાઠવવા માટેના આ મેળામાં દૂરદરના અંતરેથી લાખો શ્રદ્ધાળુઓ કષ્ટ વેઠીને પણ મા અંબાના ધામ પહોંચશે. ત્યારે ભકતોની સેવા, સુવિધા અને સુરક્ષા માટે વહિવટી તંત્ર સજજ બન્યું છે.