રાજ્યમાં દરરોજ અકસ્માતના બનાવો બનતા રહે છે. આજે બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના અધગામ ચાંગા પાસે થયેલા અકસ્માતને એક યુવાને જીવ ગુમાવ્યો છે. અહીં એક ટ્રેક્ટર ચાલકે બાઇક પર જઈ રહેલા યુવાનને અડફેટે લીધો હતો. જે બાદમાં બાઇક ચાલકનું ઘટનાસ્થળે જ મૃત્યું થયું હતું. બાઇક ચાલક જમીન પર પટકાયા બાદ ટ્રેકટરનું વ્હીલ તેના માથા પર ફરી વળ્યું હતું.
જે બાદમાં બાઇક ચાલક ટીનાજી બાબુજી ઠાકોરનું ઘટનાસ્થળે જ મૃત્યું થયું હતું. બનાવ બાદ પોલીસે લાશનો કબજો મેળવીને પોસ્ટ મોર્ટમ માટે ખસેડી હતી.