બનાસકાંઠા જિલ્લા ફૂડ વિભાગે ફરી એકવાર ચંડીસરમાં રેડ કરીને શંકાસ્પદ ઘી બનાવતી ફેક્ટરીને સીલ કરી છે. અગાઉ પણ આ જ ફેક્ટરીનું શંકાસ્પદ ઝડપીને કાર્યવાહી કરવામાં આવી હતી ત્યારે ફરી એકવાર તેના ગોડાઉનમાં રેડ કરીને જિલ્લા ફૂડ વિભાગે વિભાગે કાર્યવાહી કરી છે.બનાસકાંઠા જિલ્લા ફૂડ વિભાગે ચંડીસરમાં આવેલ શ્રી સેલ નામની કંપનીમાં શંકાસ્પદ ઘી બનાવવામાં આવતુ હોવાની બાતનીના આધારે રેડ કરી હતી. અગાઉ પણ શ્રી સેલ નામની કંપની શંકાસ્પદ ઘી બનાવતી હોવાની માહિતીના આધારે ફૂડ વિભાગે કાર્યવાહી કરી હતી. શંકાસ્પદ ઘી જણાતા તેના નમુના લીધા હતા જાકે ફરી એકવાર આ જ કંપની દ્વારા શંકાસ્પદ ઘી બનાવવામાં આવતું હોવાની બાતમીના આધારે રેડ કરવામાં આવી હતી જેમા ચંડીસરમાં આવેલ તેના ગોડાઉનમાંથી મોટી માત્રામાં શંકાસ્પદ ઘીનો જથ્થો અને મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.મહત્વનું છે કે અગાઉ પણ આજ કંપનીમાં ફૂડ વિભાગે દરોડા પાડીને કાર્યવાહી કરી હતી છતાં કંપનીના માલિકો દ્વારા કોઈપણ ખોફ વિના ફરી શંકાસ્પદ ઘી બનાવવામાં આવે છે તે પણ પ્રકારની માહિતી ખોરાક ઔષધ નિયમન તંત્રને મળતા કાર્યવાહી કરવામાં આવી છે. જાકે ફૂડ વિભાગની રેડ પડતા જ માલિક ફરાર થઈ જતા પોલીસની મદદથી લેવામાં આવી અને પોલીસની મદદથી લઈને માલિકને હાજર કરી ગોડાઉનમાં તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન તેમાં શંકાસ્પદ ઘી બનાવવામાં આવતું હોવાની માલસામગ્રી સહિતનો મુદ્દામાલ જણાઈ આવતા કબજે કરવામાં આવ્યો હોવાનું સૂત્રો તરફથી જાણકારી મળી રહી છે.જિલ્લા ફુડ અધિકારી તેજસ પટેલે જણાવ્યું કે, અગાઉ પણ શ્રી સેલ નામની કંપની સામે ખોરાક ઔષધન નિયમન તંત્ર દ્વારા શંકાસ્પદ ઘીના નમુના લેવામાં આવ્યા હતા. ફરી એકવાર વિભાગના અધિકારીઓને મળેલી માહિતી મુજબ ચંડીસરમાં આવેલ શ્રી સેલ કંપનીના ગોડાઉનમાં રેડ કરવામાં આવી છે. અગાઉ આજ પેઢીના નમૂનાઓ લેવામાં આવ્યા હતા જે ફેલ થયા હતા. ત્યારે ફરીવાર બાતમીના આધારે અહીંયા વિભાગ દ્વારા રેડ કરવામાં આવી છે અને રેડ દરમિયાન હાલ શંકાસ્પદ જણાતો મુદ્દામાલ જપ્ત કરવાની કાર્યવાહી સહિત તપાસ હાથ ધરવામાં આવી છે અને ફેક્ટરી સીલ કરાઈ છે. નોંધનીય છે કે ખોરાક ઔષધના નિયમન તંત્ર વારંવાર શંકાસ્પદ પેઢીઓમાં રેડ કરીને કાર્યવાહી કરતું હોય છે પરંતુ ઘણીવાર આ પેઢી માલિકો કંપનીના નવા નામ અને અન્ય માલિકો દ્વારા શંકાસ્પદ અખાધ ચીજ વસ્તુઓ બનાવવાનું કામ કરતા હોય છે ત્યારે આવા લોકો સામે તંત્રની કડકાઈ ખૂબ જ જરૂરી છે.અખાધ ચીજ વસ્તુ બનાવતા વેપારીઓ અને વર્ષોથી ભેળસેળયુકત ચીજ વસ્તુઓનું વેચાણ કરતા વેપારીઓ કાયદાની છટકબારીઓનો ઘણીવાર ઉપયોગ કરીને વર્ષો સુધી લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા હોય છે. આ જ કારણે શ્રી સેલ નામની પેઢીના માલિક પણ અગાઉ ખોરાક ઔષધન નિયમન તંત્ર દ્વારા કરાયેલી કાર્યવાહી બાદ ફરી એકવાર શંકાસ્પદ ઘી બનાવતા હોવાની બાતમીના આધારે કાર્યવાહી કરાઈ છે. આવા લોકોને જાણે કાયદાનો કોઈ જ ડરના હોય તે પ્રકારની પરિસ્થિતિ જાવા મળી રહી છે અને વર્ષો સુધી લોકોના આરોગ્ય સાથે આ પ્રકારના લોકો ચેડા કરતા રહે છે. જેના કારણે તેનું ગંભીર પરિણામ લોકોના સ્વાસ્થ્ય પર પડે છે. લોકો અવનવી ગંભીર બીમારીઓના ભોગ બનતા હોય છે ત્યારે આવા લોકો સામે કડકાઈ રાખવામાં આવે તે ખૂબ જ જરૂરી છે.




































