અમરેલી, તા.૩૧
અમરેલીના લાઠી તાલુકાના લાઠી પોલીસ સ્ટેશનમાં વર્ષ ર૦૧૦માં આરોપી કાળુભાઈ મનજીભાઈ અને અન્ય ર વિરૂધ્ધ નકલી દસ્તાવેજ બનાવવા અંગે મામલતદાર દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જે અંગે પોલીસ તપાસ બાદ ચાર્જશીટ બનાવી કોર્ટમાં દાખલ કરવામાં આવી હતી અને આ અંગે કેસ ચલાવવામાં આવેલ. જે કેસ લાંબા સમય બાદ અંતે કોર્ટમાં ચાલી જતા બચાવ પક્ષના વકીલ એડવોકેટ વિપુલ જે. ઓઝાની ધારદાર દલીલો અને રજૂ કરેલા પુરાવાઓને માન્ય રાખી આરોપી કાળુભાઈ મનજીભાઈ અને અન્ય બે ને લાઠી કોર્ટ દ્વારા નિર્દોષ છોડી મુકવા હુકમ કરવામાં આવ્યો હતો.