બનારસ હિન્દુ વિશ્વ વિદ્યાલયમાં એક ઇફતાર પાર્ટીને લઇ છાત્રોએ પોતાનો વિરોધ નોંધાવ્યો છે.આ ઇફતાર પાર્ટી કુલપતિએ મહિલા મહાવિદ્યાલયમાં આપી હતી.જેની છાત્રાનો માહિતી મળી તો મોડી રાતે કુલપતિ આવાસની સામે છાત્રોએ તેનો વિરોધ કર્યો અને તેમના પુતળા ફુકયા હતાં અને એક નવી પરંપરા શરૂ કરવા પર તેમના વિરોધમાં સુત્રોચ્ચાર કર્યા હતાં. આ ઇફતાર પાર્ટી માટે વાઇસ ચાંસલે એક પ્રેસ રીલીજ જારી કરી હતી અને પ્રેસ રિલીજ જારી કરી જયારે તેમણે તેના ફોટા જારી કર્યા અને છાત્રોને માહિતી મળી તો છાત્રાઓનું એક જુથ તેના વિરોધમાં ઉતરી આવ્યું હતું.
વીસીએ મુસ્લિમ સ્ટાફ માટે ઇફતાર પાર્ટીનું આયોજન કર્યું હતું તેના પર છાત્રોનું કહેવુ છે કે વીસી યુનિવર્સિટીમાં એક નવી પરંપરાની શરૂઆત કરી રહ્યાં છે.છાત્રોએ વિરોધમાં વીસીના પુતળા પણ ફુંકયા હતાં એક છાત્રાએ કહ્યું કે વિશ્વ વિદ્યાલયમાં છેલ્લા પાંચ વર્ષથી ઇફતાર પાર્ટીનું આયોજન થયું નથી પહેલીવાર તેનું આયોજન થયું છે વિશ્વ વિદ્યાલય દ્વારા સાંપ્રદાયિક રંગ આપવાનો પ્રયાસ થઇ રહ્યો છે.