૧૦૦ ટકા વેક્સિનેશન માટે મોટું એલાન કરતા પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું કે હવે બધાને ઘેર બેઠા વેક્સિન મળી રહે તે માટે ‘હર ઘર દસ્તક અભિયાન શરુ કરવામાં આવશે. તેમણે કહ્યું કે હવે એવા દરેક ઘરમાં દસ્તક દેવામાં આવશે કે જ્યાં અત્યાર સુધી કોરોના વેક્સિનના બન્ને ડોઝ લાગ્યા નથી. ઘર ઘર વેક્સિન આ જુસ્સા સાથે આપણે બધાના ઘેર વેક્સિન પહોંચાડવાની છે.
પીએમ મોદીએ કહ્યું કે અત્યાર સુધી તમે બધાએ તમામ લોકો સુધી વેક્સિન પહોંચાડવાનું કામ કર્યું છે પરંતુ હવે દરેક ઘર સુધી વેક્સિન પહોંચાડવાનું કામ કરો. પીએમ મોદીએ કહ્યું કે લોકોને વેક્સિન લેતા કરવા માટે જરુર પડે તો ધર્મગુરુઓની પણ મદદ લેવી જોઈએ. મોદીએ કહ્યું કે એક પડકાર અફવા અને ભ્રમ દૂરવો તે પણ છે. વાતચીત દરમિયાન તેનો ઉલ્લેખ થયો હતો. અફવા અને ભ્રમ દૂર કરવાનો એક સારો ઉપાય એ પણ છે કે લોકોને વધારેમાં વધારે સચેત કરવામાં આવે તેમાં તમે (કલેક્ટર્સ) સ્થાનિક ધર્મગુરુઓની પણ મદદ લઈ શકો છો. મોદીએ કહ્યું કે હમણા થોડા સમય પહેલા જ મારી વેટિકનમાં પોપ ફ્રાન્સિસ સાથે મુલાકાત થઈ છે. વેક્સિન પર ધર્મગુરુઓનો સંદેશ પણ આપણે લોકો સુધી પહોંચતો કરવો પડશે.