છેલ્લા થોડા દિવસથી ચર્ચા ચાલી રહી છે કે સીરિયલ ‘બડે અચ્છે લગતે હૈ ૨’ બંધ થઈ જવાની છે. ડિસેમ્બરના બીજા અઠવાડિયે સીરિયલનું છેલ્લું શૂટિંગ થશે તેવી અટકળો લાગી રહી છે. આ સીરિયલમાં એક્ટર નકુલ મહેતા અને એક્ટ્રેસ દિશા પરમાર લીડ રોલમાં છે. શોની પહેલી સીઝનમાં રામ કપૂર અને સાક્ષી તંવર મુખ્ય ભૂમિકામાં હતા. શો બંધ થઈ જવાની વાતો જારશોરથી ચર્ચાઈ રહી છે ત્યારે દિશા પરમારનો હકીકત જાણવા સંપર્ક કર્યો હતો. દિશાએ અફવાઓને રદિયો આપતાં કહ્યું, “શો બંધ થઈ જવાની વાતો સાચી નથી. અમે શૂટિંગ કરી રહ્યા છીએ અને આગામી દિવસોમાં રસપ્રદ ટ્રેક આવવાનો છે. દિશા પરમાર હંમેશાથી કહેતી આવી છે કે, તે સ્વતંત્ર અને મજબૂત પ્રિયા (શોમાં દિશાના પાત્રનું નામ) સાથે દિલથી કનેક્ટ થઈ શકે છે. “હું વ્યક્તિગત રીતે માનું છું કે મહિલાઓ વધારે ધૈર્ય રાખનારી અને વ્યવસ્થિત હોય છે. તેઓ સરળતાથી એકસાથે અનેક કામ કરી શકે છે. ઘરની જવાબદારી હોય કે ઓફિસનું કામ, મહિલાઓને હંમેશા પોતાની ક્ષમતા કરતાં ઉપરવટ જઈને કરવાની ટેવ હોય છે. ઉપરાંત મહિલાઓ ઘર અને કામ વચ્ચે જે રીતે સંતુલન જાળવે છે અને એવું દર્શાવે છે કે તેઓ બધું જ સરળતાથી કરી શકે એ જ કહી જાય છે કે તેઓ આમાં હોંશિયાર છે.”, તેમ દિશાએ કહ્યું. દરમિયાન બડે અચ્છે લગતે હૈ ૨ બંધ થઈ જવાની ચાલી રહેલી ચર્ચા અંગે સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે કે, આ શો મર્યાદિત એપિસોડ માટે જ બનવાનો હતો. જાકે, ડિસેમ્બરમાં સીરિયલ બંધ નહીં થાય. આગામી દિવસોમાં રસપ્રદ વળાંકો જાવા મળશે અને શો આવતા મહિને બંધ થઈ રહ્યો હોવાની માત્ર અફવાઓ છે. શોમાં હાલ બતાવાઈ રહ્યું છે કે, રામ અને પ્રિયા તેમનો પરિવાર આગળ વધારવાની વાત કરી રહ્યા છે. નકુલ અને દિશા ઉપરાંત આ સીરિયલમાં શુભવી ચોકસી, પ્રણવ મિશ્રા, સ્નેહા, અંજુમ ફકીહ અને અભય ભાર્ગવ મહત્વના રોલમાં છે.