સોમવારે ભારતીય શેરબજાર લીલા નિશાનમાં બંધ થયું. આ વર્ષે અપેક્ષા કરતા ઓછા યુએસ ફુગાવાથી ફેડ દ્વારા વ્યાજ દરમાં ઘટાડો થવાની શક્યતા ફરી જાગતા વૈશ્વિક બજારોમાં તેજી જાવા મળી. વિશ્લેષકોએ જણાવ્યું હતું કે યુએસ-ચીન વેપાર સોદાની સંભાવનાઓ અને નવા વિદેશી મૂડી પ્રવાહથી પણ બજારના આશાવાદમાં વધારો થયો છે.૩૦ શેરો ધરાવતો બીએસઈ સેન્સેક્સ ૫૬૬.૯૬ પોઈન્ટ અથવા ૦.૬૭ ટકા વધીને ૮૪,૭૭૮.૮૪ પર બંધ થયો. દિવસ દરમિયાન, તે ૭૨૦.૨ પોઈન્ટ અથવા ૦.૮૫ ટકા વધીને ૮૪,૯૩૨.૦૮ પર બંધ થયો. ૫૦ શેરો ધરાવતો એનએસઇ નિફ્ટી ૧૭૦.૯૦ પોઈન્ટ અથવા ૦.૬૬ ટકા વધીને ૨૫,૯૬૬.૦૫ પર બંધ થયો. સોમવારે રૂપિયો ૪૩ પૈસા ઘટીને ૮૮.૨૬ (કામચલાઉ) પર બંધ થયો કારણ કે બ્રોડ-બેઝ્ડ ક્રૂડ ઓઇલના ભાવ અને આયાતકારો તરફથી મહિનાના અંતે ડોલરની માંગ રોકાણકારોના સેનટીમેન્ટ પર દબાણ લાવી રહી હતી.સેન્સેક્સ કંપનીઓમાં, ભારતી એરટેલ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, એટરનલ, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, ટાટા સ્ટીલ અને એચડીએફસી બેંક મુખ્ય વધ્યા હતા. કોટક મહિન્દ્રા બેંક, ભારત ઇલેક્ટ્રોનિક્સ, ઇન્ફોસિસ અને બજાજ ફાઇનાન્સ પાછળ રહ્યા. ક્ષેત્રીય સૂચકાંકોમાં પીએસયુ બેંક ઇન્ડેક્સે આઉટપરફોર્મ કર્યું, ૨.૭૬ ટકાનો વધારો થયો, જ્યારે નફા-બુકિંગને કારણે સંરક્ષણ અને મીડિયા શેરોમાં ઘટાડો થયો.એશિયન બજારોમાં, દક્ષિણ કોરિયાનો કોસ્પી, જાપાનનો નિક્કી ૨૨૫ ઇન્ડેક્સ, શાંઘાઈનો જીજીઈ કમ્પોઝિટ ઇન્ડેક્સ અને હોંગકોંગનો હેંગ સેંગ ઝડપથી વધીને બંધ થયા. યુરોપિયન બજારોમાં મિશ્ર વલણ જોવા મળ્યું. શુક્રવારે યુએસ બજારો પોઝિટિવ ઝોનમાં બંધ થયા.જિયોજિત ઇન્વેસ્ટમેન્ટ્‌સ લિમિટેડના રિસર્ચ હેડ વિનોદ નાયરે જણાવ્યું હતું કે, “અમેરિકા-ચીન વેપાર વાટાઘાટોમાં પ્રગતિને કારણે સ્થાનિક બજારમાં વ્યાપક રિકવરી જાવા મળી છે. યુએસમાં અપેક્ષા કરતાં નબળા ગ્રાહક ભાવ સૂચકાંક ડેટાએ આ અઠવાડિયે ફેડરલ રિઝર્વ દ્વારા દર ઘટાડાની આશા ફરી જીવંત કરી છે, જેનાથી રોકાણકારોનો વિશ્વાસ વધ્યો છે. વૈશ્વિક પડકારોને હળવા કરવા અને મજબૂત સ્થાનિક સુધારાઓએ સ્થાનિક આવક વૃદ્ધિનો સંકેત આપ્યો છે અને વર્તમાન પ્રીમિયમ મૂલ્યાંકનને વાજબી ઠેરવ્યું છે.”ગ્લોબલ ઓઇલ બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ તેલ ૦.૮૫ ટકા ઘટીને ઇં૬૫.૩૮ પ્રતિ બેરલ થયું છે. એક્સચેન્જ ડેટા અનુસાર, વિદેશી સંસ્થાકીય રોકાણકારાએ શુક્રવારે રૂ. ૬૨૧.૫૧ કરોડના શેર ખરીદ્યા હતા. શુક્રવારે સેન્સેક્સ ૩૪૪.૫૨ પોઈન્ટ અથવા ૦.૪૧ ટકા ઘટીને ૮૪,૨૧૧.૮૮ પર બંધ થયો હતો. નિફ્ટી ૯૬.૨૫ પોઈન્ટ અથવા ૦.૩૭ ટકા ઘટીને ૨૫,૭૯૫.૧૫ પર બંધ થયો હતો.