ભારતીય શેરબજારમાં આજે સતત ત્રીજા દિવસે પણ તેજીનો ટ્રેન્ડ ચાલુ રહ્યો. અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ મંત્રણાના બીજા રાઉન્ડને કારણે યુદ્ધ સમાપ્ત થવાની આશાથી રોકાણકારો ઉત્સાહિત હતા. અઠવાડિયાના બીજા ટ્રેડિંગ દિવસે, સેન્સેક્સ લગભગ ૭૫૦ પોઈન્ટ ઉછળીને ૭૯,૨૭૩ પર બંધ થયો, જ્યારે નિફ્ટી ૨૪,૫૫૦ ના આંકને પાર કરી ગયો.
એફએમસીજી ક્ષેત્રે આ બજારની તેજીમાં મુખ્ય ભૂમિકા ભજવી. નેસ્લે ઇન્ડિયાના ચોથા ક્વાર્ટરના પરિણામો અપેક્ષા કરતા સારા હતા, જેના કારણે શેરમાં નોંધપાત્ર ૮% નો વધારો થયો. હિન્દુસ્તાન યુનિલિવરમાં પણ ૪% થી વધુનો ઉછાળો જાવા મળ્યો.આઇસીઆઇસીઆઇ બેંક અને એચડીએફસી બેંકે પણ બેંકિંગ ક્ષેત્રમાં ઇન્ડેક્સમાં વધારો કર્યો.
ટોચના ૫ લાભકર્તાઓ નેસ્લે ઇન્ડિયા (૮%), હિન્દુસ્તાન યુનિલિવર (૪%),આઇસીઆઇસીઆઇ બેંક (૨.૧૭%),એચડીએફસી બેંક (૨.૦૮%), એક્સસ બેંક (૧.૫૪%)
ટોચના ૫ ગુમાવનારા (સેન્સેક્સ) બીઇએલ (-૧.૩૩) ટાઇટન (-૦.૮૮) રિલાયન્સ (-૦.૬૬) એનટીપીસી (-૦.૪૫) પાવર ગ્રીડ (-૦.૩૯) જ્યારે બજાર લીલા રંગમાં હતું, ત્યારે આઇટી ઇન્ડેક્સમાં થોડી નબળાઈ જાવા મળી. ઇન્ફોસિસ અને ટીસીએસ જેવા મુખ્ય શેરોમાં ઘટાડો થયો. ફાર્મા સેક્ટરમાં પણ મિશ્ર પરિણામો જાવા મળ્યા, ડા. રેડ્ડી જેવા શેર દબાણ હેઠળ હતા.
ઈરાન અને અમેરિકા વચ્ચેની વાટાઘાટોના સમાચાર અને યુદ્ધના અંતની આશાને કારણે ક્રૂડ ઓઇલના ભાવ સ્થિર રહ્યા છે. ભારતીય બજાર પર આની સકારાત્મક અસર પડી છે. નિષ્ણાતો માને છે કે જા ક્રૂડ ઓઇલના ભાવ નિયંત્રણમાં રહેશે, તો બજારમાં રિકવરી ઝડપી થઈ શકે છે.
બજાર હવે બાકીના કયુ ૪ પરિણામો અને યુએસ અને ઈરાન વચ્ચે શાંતિ વાટાઘાટોના બીજા રાઉન્ડ પર નજર રાખી રહ્યું છે. બીજા દિવસે કારોબારમાં આ વધારો દર્શાવે છે કે તેજીવાળાઓએ ફરી એકવાર બજાર પર પોતાની પકડ મજબૂત કરી છે.









































