સુરત ખાતે બજરંગ દળના કાર્યકર્તાઓએ એક રેસ્ટોરન્ટમાં આયોજિત ‘પાકિસ્તાની ફૂડ ફેસ્ટીવર્લનું મોટું બેનર ઉતારીને આગ લગાવી દીધી હતી. બજરંગ દળના એક વરિષ્ઠ કાર્યકર્તાએ આ માહિતી આપી અને દાવો કર્યો કે રેસ્ટોરન્ટે પોતાની ભૂલ સ્વીકારી લીધી છે. બજરંગ દળના દક્ષિણ ગુજરાત એકમના પ્રમુખ દેવીપ્રસાદ દુબેએ જણાવ્યું હતું કે કાર્યકર્તાઓએ બિલ્ડીંગમાંથી બેનર ઉતારીને તેને આગ ચાંપી દીધી હતી કારણ કે તેઓ કાર્યક્રમની વિરુદ્ધ હતા.
સુરત રીંગરોડ વિસ્તારમાં રેસ્ટોરન્ટની બિલ્ડીંગની ઉપર લાગેલા બેનરોને ઉતારી લેવામાં આવ્યા હતા અને ‘જય શ્રી રાર્મ ના નારા લગાવતા તમામ બેનર સળગાવી દેવામાં આવ્યા હતા. આ ફેસ્ટીવલ ૧૨ ડિસેમ્બરથી ૨૨ ડિસેમ્બર દરમિયાન ‘ટેસ્ટ ઓફ ઈન્ડીર્યામાં યોજોવાનો હતો.
બજરંગ દળના દક્ષિણ ગુજરાત એકમના પ્રમુખ દેવીપ્રસાદ દુબેએ જણાવ્યું હતું કે ‘અમે સુનિશ્ચિત કર્યું છે કે રેસ્ટોરાંમાં આવી ઉજવણી ન થાય. આવા ઉત્સવનું આયોજન સાંખી લેવામાં આવશે નહીં. રેસ્ટોરન્ટે પોતાની ભૂલ સ્વીકારી લીધી છે. તેઓએ બિલ્ડીંગની ઉપરના મોટા ફ્લેક્સ બેનરને નીચે લાવીને આગ લગાડી દીધી હતી.
‘ટેસ્ટ ઓફ ઈન્ડીર્યા ચલાવતા
‘સુગર એન્ડ સ્પાઈસ રેસ્ટોરન્ટ્‌ર્સના સંદીપ દાવરે જણાવ્યું હતું કે તેઓ મુગલાઈ ભોજન પીરસવાનું ચાલુ રાખશે અને કાર્યક્રમમાંથી ‘પાકિસ્તાર્ની શબ્દ હટાવી દેશે કારણ કે તેનાથી કેટલાક લોકોની ભાવનાઓને ઠેસ પહોંચે છે. આ અંગે કોઈ પોલીસ કેસ નોંધવામાં આવ્યો નથી. તેમણે કહ્યું કે હવેથી અમે પાકિસ્તાની શબ્દનો ઉપયોગ પણ નહીં કરીએ.
દાવરે કહ્યું કે જ્યારે અમે ફૂડ ફેસ્ટીવલનું આયોજન કરી રહ્યા હતા ત્યારે અમે ઘણા નામો વિશે વિચાર્યંવ હતું, મુગલાઈનું બીજું નામ પાકિસ્તાની છે, તે વિચારીને આ ફેસ્ટીવલનું નામ ‘પાકિસ્તાની ફૂડ ફેસ્ટીવર્લ રાખવામાં આવ્યું હતું. અમે ક્યારેય વિચાર્યું ન હતું કે ફૂડ ફેસ્ટીવલમાં એક શબ્દ આટલો બધો હંગામો મચાવશે. અમે મુગલાઈ ફૂડ સર્વ કરીએ છીએ. તેને પાકિસ્તાન સાથે કોઈ લેવાદેવા નથી. અમે બજરંગ દળના લોકોને સમજોવવાની કોશિશ કરી, પરંતુ તેઓએ સાંભળ્યું નહીં.