વડીયા તાલુકાના ઢુંઢીયા પીપળીયા ગામેથી ગળધરા ખોડિયાર જવા નીકળેલા એક પરિવારને હડાળા-બગસરા રોડ પર બોલેરો પલટી ખાઈ જતા એકનું મોત થયુ છે જયારે ૧૬ જેટલા લોકોને નાની મોટી ઈજા થઈ હતી. ઢુંઢીયા પીપળીયા ગામેથી વાવલીયા પરિવાર દર્શન કરવા માટે ધારીના ગળધરા ખોડીયાર જતો હતો ત્યારે હડાળા-બગસરા માર્ગ પર વહેલી સવારના ૭ વાગ્યાના સુમારે બોલેરોચાલકે સ્ટિયરીંગ પરનો કાબુ ગુમાવતા બોલેરો પલટી ખાઈ જતા બોલેરોમાં સવાર મુસાફરો ઈજાગ્રસ્ત થયા હતા. જેમાં વિજયાબેન વાવલીયા નામની મહિલાનું મોત થયુ હતું. ઈજાગ્રસ્તોને તાત્કાલિક બગસરા સરકારી દવાખાને ખસેડવામાં આવ્યા હતા જેમાં અમુક લોકોની હાલત ગંભીર હોવાથી તાત્કાલિક અમરેલી સરકારી દવાખાને રીફર કરવામાં આવ્યા હતા. જયાંથી ૩ દર્દીઓને વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડાયા હતા.

 

ઈજાગ્રસ્તોની યાદી
૧. ક્રિશ જતીનભાઈ વાવલીયા(ઉ.વ.૧૮) રહે. ઢુંઢીયા પીપળીયા
ર. અશ્વિનભાઈ પુનાભાઈ વાવલીયા (ઉ.વ.૩પ) રહે. ઢુંઢીયા પીપળીયા
૩. ઘ્રુવ મનોજભાઈ વાવલીયા(ઉ.વ.૧૩) રહે. ઢુંઢીયા પીપળીયા
૪. મિતલબેન મધુભાઈ વાવલીયા(ઉ.વ.ર૪) રહે. ઢુંઢીયા પીપળીયા
પ. કંચનબેન જતીનભાઈ વાવલીયા(ઉ.વ.૪પ) રહે. ઢુંઢીયા પીપળીયા
૬. કાંતાબેન પુનાભાઈ વાવલીયા(ઉ.વ.૬૦) રહે. ઢુંઢીયા પીપળીયા
૭. જતીનભાઈ વિરજીભાઈ વાવલીયા(ઉ.વ.૪ર) રહે. ઢુંઢીયા પીપળીયા
૮. જીજ્ઞાશાબેન મનસુખભાઈ(ઉ.વ.૩પ) રહે. સકરોલા
૯. ગૌસ્વામી જયસુખપરી બચુપરી(ઉ.વ.પ૮) રહે.તોરી
૧૦. કિરણબેન ભીખુભાઈ મોણપરા રહે.ઢુંઢીયા પીપળીયા
૧૧. મનોજભાઈ વિરજીભાઈ વાવલીયા રહે. ઢુંઢીયા પીપળીયા
૧ર. મહેશભાઈ શાતીયા(ઉ.વ.૩૯) રહે. ઢુંઢીયા પીપળીયા
૧૩. પ્રભાબેન બાલુભાઈ વાવલીયા(ઉ.વ.૬પ) રહે. ઢુંઢીયા પીપળીયા
૧૪. ધરતીબેન ધવલભાઈ વાવલીયા(ઉ.વર૭) રહે. ઢુંઢીયા પીપળીયા
૧પ. સ્નેહ મુકેશભાઈ વાવલીયા(ઉ.વ.૧૩) રહે. ઢુંઢીયા પીપળીયા
૧૬. જયાબેન વિરજીભાઈ વાવલીયા(ઉ.વ.૬પ) રહે. ઢુંઢીયા પીપળીયા