અમરેલીના બગસરા, કુંકાવાવ, કોલડા, નાના માચિયાળા, દેવકી ગાલોલ ગામમાં રહેતા આર્થિક રીતે પછાત સમુદાયના વૃદ્ધ, અશક્ત, નિરાધાર અને ગંભીર રીતે બીમાર લોકો કે જે કામ નથી કરી શકતા તેવા ૨૫ અશક્ત પરિવારોને આ અવસ્થામાં કોઈની લાચારી ન ભોગવવી પડે તે માટે દર મહિને રાશન કીટ આપવામાં આવે છે. હાલ દિવાળી નજીક હોવાથી આ વૃદ્ધ માવતરના ઘરે દિવાળી થઈ શકે તે માટે મીઠાઈ, ઘી અને આખો માસ ચાલે તેટલું રાશન કીટનું વિતરણ વિચરતા સમુદાય સમર્થન મંચ સંસ્થાના અમરેલી જિલ્લાના સંયોજક રમેશભાઈ મકવાણા દ્વારા મિત્તલબેન અને ડિમ્પલબેનના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું.