બગસરામાં સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા ભગવાન પરશુરામજીના જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સવારે ભગવાન પરશુરામજીનું શાસ્ત્રોક્ત વિધિ વિધાનથી પૂજન અર્ચન કરવામાં આવ્યુ હતું ત્યારબાદ જેતપુર રોડ પર આવેલ પરશુરામજીનાં મંદિરથી બાઈક રેલી યોજાઈ હતી. આ ઉપરાંત ગાયત્રી મંદિરથી શોભાયાત્રા નીકળી હતી જે શહેરનાં મુખ્ય માર્ગ પર થઈને સમસ્ત બ્રહ્મસમાજ ખાતે પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. ત્યારબાદ સમસ્ત બ્રહ્મસમાજ ખાતે ધર્મસભા તેમજ બ્રહ્મચોર્યાશીનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં સમસ્ત બ્રહ્મસમાજે પંગતે બેસી મહાપ્રસાદ લીધેલ હતો.