બગસરા એસ.ટી.ડેપો દ્વારા ગત તા.૧૮ના રોજ ધારાસભ્ય સહિતના આગેવાનોની હાજરીમાં બગસરા-શીરડી બસનો શુભારંભ કરવામાં આવ્યો હતો. બપોરે ૧ઃ૩૦ કલાકે ઉપડતી આ બસ સવારે ૮ કલાકે શીરડી પહોંચે છે ત્યારે માત્ર એક અઠવાડિયામાં જ આ બસને મુસાફરોનો બહોળો પ્રતિસાદ જાવા મળી રહ્યો છે. માત્ર એક અઠવાડિયામાં જ આ બસમાં રૂ. બે લાખની આવક નોંધાઈ છે. આ બસ શરૂ થતા મુસાફરોમાં પણ આનંદની લાગણી ફેલાઈ છે.