બગસરા શહેરમાં જેતપુર રોડ પર આવેલી શાળા નંબર-૪ને તાલુકા પંચાયત દ્વારા સ્માર્ટ ક્લાસ ભેટ આપવામાં આવ્યો હતો. આ શાળા છેલ્લા ઘણા સમયથી સ્માર્ટ વર્ગખંડથી વંચિત હતી.
આ તકે તાલુકા પંચાયતના પ્રમુખ શારદાબેન બાબુભાઈ બકરાણીયાએ આ શાળાની જરૂરિયાતને ધ્યાને લઈ શાળાને સ્માર્ટ ક્લાસની ફાળવણી કરી હતી. સ્માર્ટ ક્લાસ કાર્યરત થતા પ્રમુખ પ્રતિનિધિ બાબુભાઈ બકરાણીયાએ તેનું લોકાર્પણ કર્યું હતું.