શહેરમાં આવેલી શાકમાર્કેટમાં પડતી સમસ્યાથી ગ્રાહકો ત્રાહિમામ
બગસરા, તા.૧ર
બગસરા નગરપાલિકા સંચાલિત અલીપીર શાકમાર્કેટમાં રેકડી ધારકોના વધતા દબાણે ગંભીર સમસ્યા ઊભી કરી છે. માર્કેટના બંને બાજુના હલાણ પર
આભાર – નિહારીકા રવિયા રેકડી ધારકોએ કબજો જમાવતા, ગ્રાહકો અને સ્થાયી વેપારીઓ બંને મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. શહેરની આ એકમાત્ર શાકમાર્કેટમાં રોજ મોટી સંખ્યામાં ગ્રાહકો આવે છે. પરંતુ હાલમાં, માર્કેટના પ્રવેશદ્વાર નજીક અને હલાણો વચ્ચે ગેરકાયદેસર રીતે ઊભા રહેતા રેકડી ધારકોના કારણે ગ્રાહકોને અંદર પ્રવેશવામાં પણ મુશ્કેલી પડી રહી છે. એક સ્થાનિક વેપારીએ જણાવ્યું કે, “અમે ઊંચી ડિપોઝિટ ભરીને અહીં સ્ટોલ્સ મેળવ્યા છે અને નિયમિત ભાડું તથા કર ચૂકવીએ છીએ. પરંતુ આ રેકડી ધારકો અમારા ધંધાને નુકસાન પહોંચાડી રહ્યા છે.” વેપારીઓનો આરોપ છે કે નગરપાલિકાના કેટલાક અધિકારીઓ આ રેકડી ધારકોને ગેરકાયદેસર પરવાનગી આપી રહ્યા છે. જ્યારે આ મુદ્દે પાલિકા પ્રમુખનો સંપર્ક કરવામાં આવ્યો, ત્યારે તેમણે જવાબદારી સ્વીકારવાને બદલે વેપારી અગ્રણીઓ પર આરોપ મૂક્યો કે તેઓ જ આ રેકડી ધારકોને હટાવવાની કાર્યવાહીમાં અવરોધ ઊભો કરે છે. સ્ટોલ ધારકોએ ચેતવણી આપી છે કે જો આ સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો તેઓ ભાડું અને વેરો ચૂકવવાનું બંધ કરી દેશે.