વરસાદી માહોલના કારણે બગસરા શહેરમાં ઠેરઠેર કાદવ કિચડનું સામ્રાજ્ય ફેલાયુ છે. જેના કારણે મચ્છરજન્ય રોગો ફેલાય તેવી દહેશત ઉભી થઈ છે. બગસરાની અંદર એકમાત્ર શાકમાર્કેટ હોય શહેરના તમામ લોકો અહીં શાકભાજી ખરીદવા આવે છે ત્યારે ગંદકીના ગંજથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. એક બાજુ આડેધડ ઉભા રહેતા શાકભાજીની લારીઓવાળા અને બીજી બાજુ ગંદકીના ઢગ અને તેના વચ્ચેથી લોકોને પસાર થવું મુશ્કેલી ભર્યું બન્યુ છે ત્યારે લારી ધારકો સામે કાર્યવાહી થાય અને ગંદકીના ગંજની તાત્કાલિક સફાઈ કરવામાં આવે અને શહેરમાં મચ્છરજન્ય રોગથી લોકોને બચાવી શકાય તેવી માંગ ઉઠી છે.