દેશના પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીના જન્મદિવસ ૨૫ ડિસેમ્બરને ભાજપ દ્વારા દેશભરમાં સુશાસન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. જેને લઈ બગસરા શહેર ભાજપ સંગઠન દ્વારા તેની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. જેમાં શહેર ભાજપ પ્રમુખ ધીરુભાઈ કોટડીયા, મનોજભાઈ મહીડા, મહામંત્રી ભાવેશભાઇ મસરાણી, અશોકભાઈ પંડયા એડવોકેટ, સરદાર શરાફી સહકારી મંડળીના ચેરમેન જે.પી.માલવીયા, નગરપાલિકા પ્રમુખ પરેશભાઈ ખીમસુરીયા, કમલેશભાઈ જોશી, જયંતિભાઇ વેકરીયા વગેરે સહિત કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.