રવિવારે પ્રધાનમંત્રી મોદીએ ‘મન કી બાત’ દ્વારા લોકોને સંબોધન કર્યુ હતું. આ કાર્યક્રમ માણવાનું આયોજન બગસરા શહેર ભાજપ દ્વારા પણ કરાયું હતું. આ કાર્યક્રમમાં શહેર ભાજપના હોદ્દેદારો તેમજ મહિલા ભાજપના રેખાબેન સાવલીયા, મંજુલાબેન, બક્ષી પંચ મોરચાના મહામંત્રી સુરેન્દ્રભાઇ બસીયા, ભરતભાઇ માંડલીયા તથા યુપીમાંથી પધારેલા વ્રજવાસી કાર્યકર પણ હાજર રહ્યા હતા અને કાર્યક્રમ નિહાળ્યો હતો.