ઓપરેશન શિલ્ડની એક્સરસાઈઝના આયોજન અંતર્ગત સમગ્ર બગસરા તાલુકામાં બ્લેકઆઉટ (અંધારપટ)નું પાલન કરવામાં આવ્યું હતું. જેમાં દરેક નાગરિકોએ પોતાના ઘરમાં રહેલ વાહનો કે અન્ય ઉપકરણોની લાઈટ ઈમરજન્સીના કિસ્સા સિવાય સ્વૈચ્છિક બંધ રાખેલ હતી. તેમજ મામલતદાર ઓફિસ બગસરા ખાતે સાંજે ૭ઃ૩૦ કલાકે ઇમરજન્સી સાયરન વગાડી બોમ્બ પડ્‌યા બાદ થતી સ્થિતિને વર્ણવી ઇમરજન્સી એમ્બ્યુલન્સમાં બગસરા સી.એચ.સી હોસ્પિટલ લઈ જવાયા હતા જ્યાં ડોક્ટરો તેમજ સ્ટાફ સજ્જ હતો અને મોકડ્રીલ દરમિયાન તાલુકા કક્ષાનો કંટ્રોલ રૂમ સાંજે ૦૫ઃ૦૦ કલાકથી રાતના ૦૯ઃ૦૦ કલાક સુધી સતત કાર્યરત રહેલ. જ્યાં સરકારી અધિકારીઓ તેમજ ગ્રામ પંચાયતના સરપંચો અને સ્વયંસેવકો હજાર રહ્યા હતા. બ્લેકઆઉટ પૂર્ણ થવાના સમયે પણ ફરી સાયરન વગાડવામાં આવેલ હતું. બગસરા શહેર તેમજ તાલુકાના તમામ નાગરિકોએ બ્લેકઆઉટ મોકડ્રીલમાં જોડાઈ સહકાર આપેલ હતો.