બગસરા શહેરમાં આજે ગણેશ વિસર્જનનો કાર્યક્રમ ભક્તિભાવ અને ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થયો. પોલીસ સ્ટેશન નજીક આવેલી સાતલડી નદીમાં શહેરના વિવિધ વિસ્તારોમાંથી લાવવામાં આવેલી ગણપતિની મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું. આ પ્રસંગે ૧૨ નોંધાયેલા મંડળો ઉપરાંત અન્ય નાના-મોટા અનેક ગણેશ મૂર્તિઓનું વિસર્જન કરાયું. કાર્યક્રમ દરમિયાન સુરક્ષાની પૂરતી વ્યવસ્થા રાખવામાં આવી હતી. બગસરા પોલીસે એક પોલીસ ઇન્સ્પેક્ટર, બે પોલીસ સબ-ઇન્સ્પેક્ટર, ૨૫ પોલીસ કર્મચારીઓ તેમજTRB અને GRDજવાનોનો કાફલો તૈનાત કર્યો હતો. વિસર્જન સમયે અનેક બાળકો ભાવુક થયા હતા અને “અગલે બરસ તું જલ્દી આના”ના નારા સાથે વિÎનહર્તા દેવને વિદાય આપી હતી.