શિક્ષક દિવસ નિમિત્તે બગસરાની બે પ્રખ્યાત શાળાઓએ અનોખી રીતે ઉજવણી કરી હતી. ધાણક સ્કૂલ અને જનતા કન્યા વિદ્યાલયે વિવિધ કાર્યક્રમો દ્વારા શિક્ષકોનું સન્માન કર્યું હતું. ધાણક સ્કૂલમાં શિક્ષકો દ્વારા હવનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, વિદ્યાર્થીઓએ શિક્ષકની ભૂમિકા ભજવીને અન્ય વિદ્યાર્થીઓને શિક્ષણ આપ્યું હતું. આ અંગે શાળાના આચાર્યા કીર્તિબેન પરમારે જણાવ્યું કે, “અમારી શાળામાં શિક્ષક દિવસની ઉજવણી દરમિયાન શિક્ષકોએ હવન કર્યો હતો. ત્યારબાદ વિદ્યાર્થીઓએ શિક્ષકની ભૂમિકા નિભાવી હતી, જે એક અનોખો અનુભવ હતો.” બીજી તરફ, જનતા કન્યા વિદ્યાલયમાં પણ શિક્ષક દિવસની વિશેષ ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે, સ્થાનિક પોલીસ સ્ટેશનના પીઆઈએ શાળાની મુલાકાત લીધી હતી