બગસરામાં હવે દેશી દારૂની સાથે વિદેશી દારૂનું પણ વેચાણ વધ્યુ હોય તેમ લાગી રહ્યુ છે. દેશી દારૂ બનાવનાર સામે પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે ત્યારે હવે વિદેશી દારૂની ડિલિવરી કરનારા શખ્સો સામે પોલીસે ધોંસ બોલાવી છે. જેમાં બગસરાના અમરપરા વિસ્તારમાં રહેતા પંકજ બાલાભાઈ કટેશીયા નામનો શખ્સ મેઘાણી હાઈસ્કૂલ પાસેના ખુલ્લા મેદાનમાં દારૂની બોટલ સાથે ઉભો હોય તેવી પોલીસને બાતમી મળી હતી જેથી પોલીસે ખાનગી રાહે તપાસ કરતા મેદાનમાં ઉભેલા શખ્સની તલાશી લેતા કાળા કલરની થેલીમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની બે બોટલ નિકળતા પોલીસે આ શખ્સ સામે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.