બગસરામાં બુધવાર ૪ માર્ચના રોજ સથવારા સમાજની વાડી ખાતે બપોરે સાડા ત્રણ કલાકે વિરાટ હિન્દુ સંમેલન યોજાશે.
આ માટે શહેરના અનેક વિસ્તારોમાં ધજા પતાકા, બેનર, પોસ્ટરથી આકર્ષક સજાવટ કરવામાં આવી રહી છે. મુખ્ય રસ્તા, શેરી-મહોલ્લાની સાથો સાથ કાર્યકર્તાઓ ઘરે ઘરે સંપર્ક કરીને સંમેલનની આમંત્રણ પત્રિકાનું વિતરણ કરી રહ્યા છે. આ સંમેલનમાં સૌરાષ્ટ્ર પ્રાંતની રાષ્ટ્ર સેવિકા સમિતિનાં સહકાર્યવાહિકા રસીલાબેન રાવલ મુખ્ય વક્તા તરીકે સંબોધન કરશે. જયભવાની હિન્દુ જાગરણ સમિતિના પ્રચાર-પ્રસાર કન્વીનર હાર્દિકભાઇ બામટા, જયેશભાઇ પંડ્‌યા અને હિતેશ મારડિયાએ જણાવ્યું હતું કે, સંમેલનમાં વિવિધ સંસ્થાઓ, વેપારીઓ સંસ્થાઓ, સત્સંગ મંડળો સહિત વિવેકાનંદ વસ્તીના ભાઇઓ-બહેનો કાર્યકરો ઉપસ્થિત રહેશે.