દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મિશન એવા આયુષ્યમાન ભારત અંતર્ગત જનસમુદાયને ઉત્કૃષ્ટ આરોગ્ય સેવાઓ મળી રહે તથા ગંભીર પ્રકારના રોગોનું તત્કાલ નિદાન અને સારવાર થઈ શકે તે હેતુથી બગસરા પ્રાથમિક સામૂહિક આરોગ્ય કેન્દ્ર દ્વારા હેલ્થ મેળાનું આયોજન કરવામાં આવેલ છે. આ મેળામાં શાંતાબા મેડિકલ કોલેજ તેમજ જનરલ હોસ્પિટલના તજજ્ઞ ડોક્ટરો દ્વારા ગુરુવારે હેલ્થ મેળાનું આયોજન કરવામાં આવેલ છે. આ મેળાનો બહોળી સંખ્યામાં
લોકો લાભ લે તેવી બગસરા હોસ્પિટલ દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે.