બગસરા નાગરિક શરાફી સહકારી મંડળીની બોર્ડ ઓફ ડિરેક્ટરની મિટિંગ લીલીયા ખાતે યોજાઈ હતી. મંડળીના સ્થાપક ચેરમેન રશ્વિનભાઈ ડોડીયાના અધ્યક્ષ સ્થાને યોજાયેલી મિટિંગમાં લીલીયા શાખાના એમડી પરીનભાઈ રાજપુરા, લીલીયા ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ તરીકે ચૂંટાતા તેમજ ડિસ્ટ્રિક્ટ ચેમ્બરના ઉપપ્રમુખ તરીકે વરણી કરાતા તેઓનું મંડળી દ્વારા ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું. મિટિંગમાં આવક જાવકના હિસાબો રજૂ કરાયા હતા. ઉપરાંત વડોદરા મુકામે નવી શાખા ખુલવા જઈ રહી છે તે અંગે ચર્ચા વિચારણા કરવામાં આવેલ. આ મિટિંગમાં વિવિધ શાખાઓના એમડી, ડિરેક્ટર તથા એડવાઈઝરી બોર્ડ મેમ્બરો ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત લીલીયાના સરપંચ જીવનભાઈ વોરા, હોમગાર્ડ કમાન્ડર અશોકભાઈ જોશી, મહેન્દ્રસિંહ સરવૈયા, ખોડાભાઈ માલવીયા, વિઠ્ઠલભાઈ વંડરા, રસિકભાઈ વંડરા, જયેશભાઈ ઉનડકટ, ઘનશ્યામભાઈ બારૈયા, જયેશ જોબનપુત્રા, જયેશભાઈ મહેતા, હરિભાઈ ધોરાજીયા, કિશોરભાઈ પાઠક, કાળુભાઈ વાળા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન એમડી નિતેશ ડોડીયા, આભાર દર્શન જનરલ મેનેજર ડી.જી. મહેતાએ કર્યુ હતું તેમ લીલીયા શાખાના સેક્રેટરી ધર્મેશભાઈ ગાયજનની અખબારી યાદીમાં જણાવાયું છે.