પ્રધાનમંત્રીનો આજરોજ મન કી બાત કાર્યક્રમ યોજાયો હતો. મન કી બાત કાર્યક્રમના શ્રવણનો બગસરા મુકામે કાર્યક્રમ યોજાયો હતો. જેમાં બગસરાના વોર્ડ નં.૩માં જૈતુભાઈ ધાધલના નિવાસસ્થાને શહેર ભાજપ પ્રમુખ ધીરૂભાઈ કોટડીયા, મહામંત્રી અશોકભાઈ પંડયા, જિલ્લા ભાજપ મહિલા મોરચાના પ્રમુખ રંજનબેન ગોહેલ, ગીરીશભાઈ પરમાર, ધર્મરાજભાઈ વાળા, તા.પં.સભ્ય અશ્વિનભાઈ કોરાટ, પાલિકા સદસ્ય કમલેશભાઈ જાષી, જેન્તીભાઈ વેકરીયા, રમેશભાઈ ગોહેલ, ગીરીબાપુ, નટુભાઈ બોરીચા સહિતના ભાજપ આગેવાનો હાજર રહ્યાં હતા.