રાજય સરકારે રેશનકાર્ડ માટે ઈ-કેવાસી ફરજિયાત કરવાનો આદેશ આપ્યો છે. આ ઈ-કેવાયસી માટે મામલતદાર ઓફિસે અરજદારોની ભારે ભીડ ઉમટી રહી છે. જા કે અરજદારોને ઈ-કેવાસી માટે સરળતા રહે તે માટે મામલતદાર કચેરી દ્વારા સમયાંતરે કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યુ છે. તો સામાજિક આગેવાનો દ્વારા પણ ઈ-કેવાયસી કરવામાં આવી રહ્યુ છે. આજે તા.૧૩ને શુક્રવારે સવારે ૧૦ થી સાંજના પઃ૦૦ કલાક સુધી બગસરા મામલતદાર ઓફિસનો સ્ટાફ લોહાણા મહાજન વાડી ખાતે બેસી ઈ-કેવાયસીની કામગીરી કરશે તો ઈ-કેવાયસી માટે બાકી રહેલા અરજદારોને રાશનકાર્ડ, આધારકાર્ડ, મોબાઈલ સાથે રૂબરૂ આવી આ કેમ્પનો લાભ લેવા મામલતદાર ભીડીએ અનુરોધ કર્યો છે.