વડિયા તાલુકાના આજુબાજુના ગામના વિદ્યાર્થી રૂટની બસ બગસરા – રાજકોટ – વડિયા છેલ્લા ઘણા સમયથી અનિયમિત આવતી હોવાથી ભૂતકાળમાં વિદ્યાર્થીઓએ બસ બાબતે બસ રોકો આંદોલન કર્યું હતું. આજ સમયે એસ.ટી. તંત્ર દ્વારા માત્ર લુખ્ખુ આશ્વાસન આપવામાં આવ્યું હતું. જેથી વિદ્યાર્થીઓએ અમરેલીના ધારાસભ્ય પરેશભાઈ ધાનાણીને રજૂઆત કરતા ધાનાણીએ એસ.ટી. વિભાગમાં ધારદાર રજૂઆત કરીને આ વિદ્યાર્થી રૂટની બસ બગસરા – રાજકોટ – વડિયા રેગ્યુલર શરૂ કરાવતા વડિયા તાલુકાના આજુબાજુના ગામના વિદ્યાર્થીઓએ ધારાસભ્ય પરેશભાઈ ધાનાણીનો આભાર માન્યો હતો.