ધારીનાં ભાડેર ગામ પાસે બગસરા-મોણવેલ રૂટની એસ.ટી. બસનો બોલેરો સાથે અકસ્માત થતાં થોડાં સમય માટે અફરાતફરી મચી જવા પામી હતી. બગસરાથી મોણવેલ જવા ઉપડેલી બસ ભાડેર ગામ નજીક પહોંચતા સામેથી આવતા બોલેરો ચાલકે બેફીકરાઈ ભર્યું વાહન ચલાવતા એસ.ટી. બસ અને બોલેરો વચ્ચે અકસ્માત થયો હતો. બસ ડ્રાઈવરે બોલેરોને બચાવવા જતાં બસ એક વૃક્ષ સાથે અથડાતા વૃક્ષ ધરાશાઈ થયું હતું. અકસ્માત બાદ બોલેરો ચાલક અકસ્માત સર્જી ફરાર થઈ ગયો હતો. એસ.ટી.બસમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને મુસાફરો હોય જાકે કોઈ જાનહાની ન થતાં બસ ડ્રાઈવરે અને મુસાફરોએ રાહતનો શ્વાસ લીધો હતો. અકસ્માતનાં કારણે બસના આગળના ભાગને નુકશાન થયું હતું. બસના ડ્રાઈવર સલીમભાઈ લાલાણીને સામાન્ય ઈજા થતા ધારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યાથી વધુ સારવાર અર્થે અમરેલી સિવીલ હોસ્પીટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.