મેઘાણી હાઈસ્કૂલ – બગસરા ખાતે નીતિ આયોગ ભારત સરકારના સહયોગથી નિર્માણ પામેલ અટલ ટિંકરીંગ લેબની જિલ્લા લોકવિજ્ઞાન કેન્દ્ર બાલભવન – અમરેલીના ડાયરેક્ટર નિલેશ પાઠક દ્વારા ગુરુવારના રોજ મુલાકાત લેવામાં આવેલ હતી. આ દરમિયાન શાળાના આચાર્ય વી.કે. જેઠવા દ્વારા આ છ્ન્ લેબનો શાળાના બાળકો દ્વારા થતો ઉપયોગ અને બાળકો દ્વારા તૈયાર કરવામાં આવેલ પ્રયોગોની માહિતી આપવામાં આવી હતી.