માર્ગ અકસ્માતો ઘટાડવાના હેતુથી એ.આર.ટી.ઓ. અમરેલી દ્વારા બગસરા માર્કેટિંગ યાર્ડ ખાતે ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. આ અંતર્ગત યાર્ડમાં આવેલા અંદાજે ૨૫ જેટલા ટ્રેક્ટર અને સનેડા જેવા કૃષિ વાહનોમાં વિનામૂલ્યે રેડિયમ રિફ્લેક્ટર લગાવવામાં આવ્યા હતા.સામાન્ય રીતે ગ્રામીણ રસ્તાઓ પર સ્ટ્રીટ લાઈટના અભાવે અને કૃષિ વાહનોમાં લાઈટ કે ર્પાકિંગ લાઈટ ન હોવાને કારણે રાત્રિના સમયે અકસ્માતનો ભય રહે છે. આ રેડિયમ રિફ્લેક્ટર રાત્રે પ્રકાશ પડતા ચમકે છે, જેનાથી અકસ્માતો અટકાવી શકાય છે.









































